માળીયા મિયાણા પોલીસે માળીયા મીયણા નેશનલ હાઇવે પરથી અશોક લેલન્ડ ટેંપોમા ઇંગ્લીશ દારૂનો રૂપિયા સવા ચાર લાખનો જથ્થો ભરી નીકળેલા એક શખ્સને ઝડપી લીધો છે. આ પ્રકરણમાં અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માળીયા મીયાણા નેશનલ હાઇવે પર અશોક લેલન્ડ ટેમ્પોના ઠાઠામાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી જનાર હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી આરોપી સંદિપભાઇ માવજીભાઇ મેરજા (ઉ.વ ૪૦ રહે. મહેન્દ્રનગર જયભગવાન પ્લોટ તા – જી – મોરબી)ને વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૧૧૪૦ બોટલ કિ.રૂ .૪,૨૭,૫૦૦ ના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે વિદેશી દારૂ, અશોક લેલન્ડ કંપનીનો દોસ્ત પ્લસ ટેંપો નં- GJ – 36-1-5859 ની કિમત રૂપીયા ૨,૦૦,૦૦૦ તથા વીવો કંપનીનો ૧૮૨૦ મોડલનો એન્ડ્રોઇડ ફોન કિ.રૂ. – ૨,૦૦૦ સહિતનો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પૂછપરછ દરમીયાન આ પ્રકરણમાં અન્ય એક આરોપી વિજયભાઇ જયંતીભાઇ અઘારા (રહે – જુના દેવળીયા તા – હળવદ જી – મોરબી)નું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ કામગીરી એસપી સુબોધ ઓડેદરાની સુચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એચ.ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ તથા ભગીરથસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી.