મોરબી જિલ્લાની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી સબંધમાં નકકી કરેલ મતદાન મથકોએ આગામી તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ મતદાન થનાર છે. જેથી મતદાન મથકો ઉપર મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્થળોએ મતદાન થનાર છે. તે મતદાન મથકો ઉપર તથા તેની નજીકના વિસ્તારોમાં અડચણ થતી અટકાવવા તથા વ્યવસ્થા જાળવવા મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ છે.
જાહેરનામા અનુસારે ચૂંટણીમાં મતાધિકાર વાપરનાર તમામ મતદારોને જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્થાન પાસે એક લાઇનમાં ઉભા રહેવા અને જો સ્ત્રીઓ માટે જુદી લાઇન હોય તો તેમાં તેણીએ ઉભા રહેવા અને લાઇન મુજબ પોતાના ક્રમ અનુસાર એક પછી એક દાખલ થવા અને મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્તાર છોડી તુરત જ ચાલ્યા જવા જણાવેલ છે.