કોરોના મહામારીમાં મોતને ભેટનાર દિવ્યા આત્માઓના મોક્ષર્થે મોરબીમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું ભવ્યતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કથાના વ્યાસાસને બિરાજી કથાનું રસપાન કરાવનાર નિખિલભાઈને અકસ્માત નડતા આ આયોજન મૌકૂફ રાખવામાં આવ્યું છે.
કોરોના દરમિયાન અવસાન પામનાર આત્માઓના મોક્ષર્થે મોરબીના લખધીરવાસ ચોકમાં શ્રીમદ ભાગવત કથા સપ્તાહનું અયોજન કરાયું હતું. પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ ઝાલાના મુખ્ય યજમાન પદે તા. 27- 12 થી 2-1 દરમિયાન દરરોજ સાંજે 3 થી 7 વાગ્યા સુધી યોજાનાર કથાના વક્તા નિખિલભાઈ જોશીનો અકસ્માત થતા આ આયોજન હાલ પૂરતું મૌકૂફ રાખવામાં આવ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.