નર્મદાની કેનાલ ખેડૂતો માટે જીવાદોરી સમાંન સાબિત થઇ છે ત્યારે મોરબીના વાઘપર – પીલુડી પાસેની કેનાલમાં નબળા કામ ને પગલે ગાબડું ખેડૂતોને પોતાના ખેતર સુધી પાણી પહોંચતું ન હતું આથી ખેડૂતો એ તંત્રની રાહ જોયા વગર યુવા નેતા અજયભાઈ લોરીયાને સાથે રાખી અંદાજે 60 હજારના ખર્ચે કેનાલનું સમારકામ કરાવ્યું હતું.
હાલ શિયાળુ પાકની સિઝન બરોબારની જામી છે ખેતરોમાં વાવેતર, પિયત સહિતની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે આવા ખરા ટાંકણે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલની પેટા કેનાલ 27 નંબરમાંથી વાઘપર ગાળા સહિતના ખેડૂતોને પાણી પહોંચે છે જેમાં વાઘપર – પીલુડી પાસે કેનાલમા ગાબડું પડ્યું હતુ જેને લઈને દુરના ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું ન હતું.
શિયાળુ પાકની સિઝન દરમિયાન પાણી ન મળતા ખેડૂતોએ એક શૂર થઈ વાઘપર ગામના ખેડૂતોએ મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાના સહયોગથી અંદાજે 60,000 ના ખર્ચે કેનાલનું સમારકામ કરાવી પિયત માટે છેવાળાના ખેડૂત સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ હતી.