મોરબી જિલ્લામાં હાડ થીજવતી ઠંડી વચ્ચે પણ મતદારો કોઈ પણ પ્રકારના બહાના વગર મતદાન બુથ પર જઈ પોતાની ફરજ અદા કરી રહ્યા છે જેને લઈને 11 વાગ્યા સુધીમા સરેરાશ 25.46 ટકા જેટલું મતદાન નોંધાયું છે.
મોરબી જિલ્લામાં 196 ગ્રામ પંચાયતની ચૂંટણી માં ગ્રામ જનો પોતાના ગામને વિકાસનો પંથ આપે તેવા ઉમેદવારોને જીત અપાવવા મતદાન મથકે લાંબી કતારો લગાવી રહ્યા છે જેને પગલે સવારે 7 થી 11 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં સરેરાશ 25.46 ટકા મતદાન નોંધાયું છે.અને પેટા ચૂંટણીમાં માં 1 બેઠક પર 31.09 ટકા મતદાન થયાનું સતાવાર રીતે જાહેર થયુ છે. જેમાં સૌથી વધુ મતદાન બાદનપુંર બેઠક પર 40.10 ટકા નોંધાયું છે.