મોરબીના સામાકાઠાં ખાતે આવેલ સાર્થક વિદ્યામંદિરમાં આગામી ૨૫ ડિસેમ્બર શનીવારના રોજ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વખતે શાળા દ્વારા પાંચમો તુલસી દિવસ ઉજવાશે. પાંચ વર્ષથી આ શાળામાં ઉજવાતા આ કાર્યક્રમ/વિચારને સમાજમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ગત વર્ષે સાર્થક વિદ્યામંદિર સહિત ઘણી સંસ્થાઓએ તુલસી દિવસની ઉજવણી કરી હતી. આ વર્ષે ૨૫ ડિસેમ્બર (નાતાલ)ના દિવસે તુલસી દિવસની ઉજવણી સાથે સાથે સાર્થક વિદ્યામંદિરમાં તુલસીના રોપા અને માંજરનું વિતરણ, નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન/નિરંતર યજ્ઞ, સમાજ શ્રેષ્ઠીઓ /સંસ્થાઓનું સન્માન, વિવિધ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વેચાણ, વિવિધ વિષયો પર પ્રદર્શની વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સાર્થક વિદ્યામંદિર દ્વારા માસ્ક અને સામાજિક અંતરના પાલન સાથે મોરબીની જનતાને જાહેર આમંત્રણ પાઠવવામા આવ્યું છે.