મોરબીમાં 24 કલાક ખડેપગે રહીને રક્તની જરૂરીયાત પુરૂ પાડતું યુવા આર્મી ગ્રુપ દ્વારા ૧૩ જેટલી બોટલ રક્ત રક્તની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. ત્યારે વાધરવા ગામે વસતા રાજદીપસિંહ જાડેજા ને માથાના ભાગે ઈજા થતાં તાત્કાલિક આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઓપરેશન માટે થયને રાત્રે “ઓ પોઝિટિવ” બ્લડની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઈ હતી. જેની જાણ તેમના પરિવારના સભ્યો દ્વારા યુવા આર્મી ગ્રુપ ને કરાતા યુવા આર્મી ગ્રુપ, મોરબીના સભ્યો દ્વારા રાત્રે જ બ્લડ ડોનેટ કરી ૪ બોટલ બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
તદુપરાંત કાલે સરકારી હોસ્પિટલ માટે ૭ તથા ગોકુળ હોસ્પિટલમા સારવાર અર્થે આવેલ દર્દી માટે ૨ બોટલ બ્લડ મળીને ૧૩ બોટલ બ્લડ ની વ્યવસ્થા યુવા આર્મી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. જે બદલ દર્દીના પરીજનો દ્વારા યુવા આર્મી ગ્રુપના સભ્યોનો આભાર માનવામાં આવ્યો હતો. ત્યારે યુવા આર્મી ગ્રુપના મેન્ટોર પિયુષભાઈ બોપલીયાએ જણાવ્યું હતું કે, બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે કે કોઈની જરૂરીયાત સમયે રક્તદાન રુપી સેવાકાર્યમાં જોડાવા માટે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરી શકાશે.