મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી દરમીયાન ખેવારીયા ગામે ફરજ પરના પોલીસમેને 90 વર્ષના માજીને ઊંચકીને મતદાન કરાવ્યું હતું. પોલીસ જવાનની આ કાબીલેદાડ કામગીરીને લોકોએ મુક્તમને વખાણી હતી.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી ખેવારીયા ગામે મતદાન મથકે બંદોબસ્તમાં ફરજ બજાવતા પોલીસ જવાન તેજસ વિડજાએ શ્રવણ બની લાકડીના ટેકે ડગમગ ચાલીને મતદાન કરવા આવતા 90 વર્ષના માજીને ઉચકીને મતદાન કરાવ્યુ હતું. પોલીસ જવાન તેજશભાઈએ ખરા અર્થમા માનવતાનુ ઉતમ ઉદાહરણ પુરુ પાડતા ગ્રામ જનોએ આ કામગીરીને વધાવી હતી જ્યારે માજીએ જવાનને રૂડા આશીર્વાદ આપ્યા હતા. તેજસ વિડજાના માનવીય અભિગમના દ્ધસ્યો કેમેરામા કેદ થતા આ વિડિઓ સોસિયલ મિડીયામા ધૂમ માચાવી રહ્યો છે.