પ્રતિ માસ આશરે 250 જેટલી નોર્મલ ડીલીવરી કરતા મોરબી સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં આજે અતિ જટિલ ઓપરેશનનો કિસ્સો સામે આવતા સ્ટાફે આગવી સૂઝબૂઝથી અસામાન્ય તકલીફનું સફળતા પૂર્વક ઓપરેશન પર પાડી સગર્ભાને નવજીવન આપ્યું છે.
મોરબીની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં 35 વર્ષ ના સગર્ભાને અસામાન્ય તકલીફનો કેસ નોંધાયો હતો. તેઓને આશરે છ માસનો ગર્ભ હોવા છતાં તેને બાળકના હાલન ચલનનો અહેસાસ ન વર્તાતા હોસ્પિટલમાં દાખલ કરી સોનોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં haydatidiform mole (ગર્ભાશયમાં બાળકની વૃદ્ધિ ખુબ જ ઓછી)હોવાનું સામે આવતા ગાયનેક વિભાગના ડો. જલ્પાબેન રાઠોડ, ડો.ભૂમિ કકાસણીયા, ડો.નિશિત ડઢાણીયા અને ડો.માંકડીયા સહિતના સ્ટાફે ઓપરેશન હાથ ધરી 2.5 કિલોનો બગાડ કઢાયો હતો. સગર્ભાને નવજીવન મળતા તેઓએ સ્ટાફનો આભાર માન્યો હતો. ઉલ્લેખનિય છે કે, મોરબી સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડ માં પ્રતિ માસ આશરે 250 જેટલી નોર્મલ ડીલીવરી કરવામાં આવે છે.