ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા પરિણીતાને પડધરી તાલુકાના ઢોકળીયા ગામે રહેતા સાસરિયાઓ અવાજ અને દહેજ પેટે ફોરવીલ લેવાના રૂપિયા બે લાખની માંગણી કરી મારકુટ કર્યા બાદ ઘરમાંથી કાઢી નાખી હોવાની મોરબી મહિલા પોલિસ મથકમા ફરિયાદ નોંધાઈ છે.
ટંકારાના નેકનામ ખાતે માવતરના ઘરે રહેતી વસુધાબેન મિતુલ સીરજાએ મહિલા પોલીસ મથકમાં તેના પતિ મિતુલ દિલિપભાઈ સીરજા, દિલિપભાઈ પોલાભાઈ સીરજા (સસરા), પ્રભાબેન દિલિપભાઇ સીરજા (સાસુ), આરતીબેન નિકુંજભાઈ ભોરણીયા(નણંદ), નિકુંજભાઈ કાંતીભાઈ ભોરણીયા(નણંદોઈ) સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે પોતાનો અવાજ જન્મથી જ પાતળો હોય જેની સાસરિયા પક્ષના તમામ લોકોને પ્રથમ થી જાણ હોવા છતાં
અવાજ બાબતે તથા ઘરના કામકાજ તેમજ કરિયાવર બાબતે નાની નાની બાબતોમાં ઝઘડાઓ કરી મેણાટોણા
ગાળો આપી મારકુટ કરતા હતા. આ ઉપરાંત દહેજ પેટે ફોરવીલ લેવાના રૂપિયા બે લાખની માગી અને મારકુટ કરી તા.૦૭/૦૮/૨૦૨૧ ના રોજ ઘરમાંથી કાંઢી મુકી હતી. આ ફરિયાદને પગલે પોલીસે સાસરિયા પક્ષ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ -૪ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.