Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી જિલ્લામા આજે અપમૃત્યુના વધુ ચાર બનાવો નોંધાયા

મોરબી જિલ્લામા આજે અપમૃત્યુના વધુ ચાર બનાવો નોંધાયા

મોરબી શહેર સહિત જિલ્લા ભરમાં અપમૃત્યુના ચાર બનાવો પોલિસ ચોપડે નોંધાયા છે જેમાં ઇલેટ્રિક શોક લાગતા પરિણીતાનું મોત તથા માછીમારી કરવા ગયેલા યુવાન, અને પાણી વાળાતા ધોરીયામાં પડી ગયેલા ખેડૂતનું સારવારમાં મોત નિપજ્યાનું પોલિસ સમક્ષ જાહેર થયું છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતી ગીતાબેન સામજીભાઇ કરશનભાઇ વાઘેલા નામની 32 વર્ષીય પરિણીતા પોતના ઘરે પાણીની ઇલેટ્રીક મોટર ચાલૂ કરવા જતી વેળાએ ઇલેટ્રીક શોક લાગતા તેમને જોરદાર આંચકો અનુભવાયો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેણીનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું હતું.

મોરબીના ત્રાજપર ખાતે રહેતા લક્ષ્મણભાઇ ભનાભાઇ વરાણીયા (ઉ.વ.૮૧)એ ગત તા.૦૫/૧૨/૨૦૨૧ ના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરે એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં વધુ સારવારની જરૂર જણાતા રાજકોટ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા. અમદાવાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું હતું.

હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમ આવેલ કાળુભાઇ સુખાભાઇ ચાવડા (ઉ.વ.૪૫) પોતાની વાડીએ પાણી વાળતા હતા એ દરમિયાન કોઈ કારણોસર તે પાણી ના ધોરીયામાં પડી હતા. જેને લઈને બેભાન હાલતમાં થઈ હતા. કાળુભાઈને સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં વધુ સારવારની જરૂર જણાતા મોરબીની ક્રિષ્ના હોસ્પીટલ અને ત્યારબાદ વોકહાર્ટ હોસ્પીટલ રાજકોટ અને વધુ સારવાર માટે તારીખ ૨૦/૧૨/૨૧ ના રોજ રાજકોટની સરકારી હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવારમાં લાવતા વોર્ડ નં. ઇ માં દાખલ કરાયા હતા. જેમનું ચાલુ સારવાર દરમ્યાન તા.૨૦/૧૨/૨૦૨૧ના રોજ મોત નીપજ્યું હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું હતું.

મોરબી તાલુકાના જોધપર નદી પાસે આવેલ મચ્છુ ૨ ડેમના પાણિમાં માછીમાર કરવા ગયેલ મુનાભાઈ કાથળભાઈ પરમાર (ઉ.વ.આશરે ૩૫ રે.ઈન્દીરાનગર મોરબી) કારણોસર મચ્છુ ડેમના જળ પ્રવાહમાં પડી ગયા હતા જેથી તેનું મોત નિપજતા તેનો મૃતદેહ મચ્છુ ડેમના પાણીમાંથી મળી આવ્યો હતો. જેને પગલે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

કોયો સિરમિકના પાર્કીંગમાં ટ્રક ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો

મોરબી –જેતપર રોડ ઉપર આવેલ કોયો સિરમિકના પાર્કીંગ ગ્રાઉન્ડમા ટ્રક કન્ટેનર નં. જીજે-૧૨-બીએક્સ-૦૪૫૧ ના ચાલકે આડેધડ પાછળ જોયા વગર ફુલ ટર્ન મારી રીવર્સમા લઇ કૃષ્ણકુમાર સમયદીન રાવત (ઉ.વ. ૩૮) નામના યુવાને અડફેટે લીધો હતો આ અકસ્માતમાં યુવાનને સાથળમા ફ્રેક્ચર તથા ગુપ્ત ભાગે અને ડાબા હાથમા ગંભીર ઇજા પહોંચી હતી. આરોપી અકસ્માત સર્જી પોતાનો ટ્રક મૂકી નાશી છૂટતા મોરબી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!