Monday, November 25, 2024
HomeGujaratમોરબીમાં યોજાનાર સતશ્રીની કથામાં ઉમિયા માનવ મંદિરના દાતાઓનું સન્માન કરાશે

મોરબીમાં યોજાનાર સતશ્રીની કથામાં ઉમિયા માનવ મંદિરના દાતાઓનું સન્માન કરાશે

મોરબી, નિરાધાર વડીલો માટે લજાઈ ખાતે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં ફાઈવસ્ટાર સુવિધા ધરાવતું 100 રૂમનું માનવ માનવ મંદિર આશરે ત્રીસ વિઘાના કેપમ્સમાં આશરે દશ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે. જેમાં આધુનિક સુવિધાઓથી સુસજ્જ સુંદર બગીચા સાથે,કેમ્પસમાં જ ઓર્ગેનિક શાકભાજી વડીલો માટે ઉગાડવામાં આવશે, વડીલો માટે વાંચન સામગ્રી ધરાવતું પુસ્તકાલય, બાજુમાં આવેલી ડેમમાં બોટિંગ સુવિધા,વગેરે અતિ આધુનિકતા સાથેનું માનવ મંદિરમાં ધનરાશીનું દાન આ સેવાયજ્ઞમાં અર્પણ કરેલ છે.

- Advertisement -
- Advertisement -

આ તમામ દાતાઓનું સન્માન કરવા માટે પટેલ સમાજવાડી શનાળા ખાતે તા.03/03/22 થી 11/03/22 સુધી રાત્રે 8 વાગ્યાથી સતશ્રી સ્વામીની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથાને સફળ બનાવવા અને દરરોજ દાતાઓનું સતશ્રી તેમજ અન્ય મહાનુભાવો તેમજ ઉમિયાધામ ઊંઝા, સિદસરધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના દાતાઓ દ્વારા સન્માનિત કરવાનું આયોજન, રાજકીય, ધાર્મિક અને સામાજિક હસ્તીઓને કથામાં હાજર રહેવા માટે આમંત્રણ આપવું વગેરે જુદી જુદી કમિટીની રચના માટેની ઉમિયા માનવ સેવા ટ્રષ્ટના તમામ કાર્યકર્તાઓની મિટીંગ રત્નકલા ખાતે મિટિંગ યોજાઇ હતી. જેમાં અનેક પાટીદાર ભામાશાઓ એકાવન હજારથી અગિયાર લાખના દાનની જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં પોપટભાઈ કગથરા પ્રમુખ, ગોપાલભાઈ ચારોલા ઉપપ્રમુખ, પી.એલ.ગોઠી મંત્રી ઠાકરશીભાઈ ક્લોલા ઉમિયા માનવ સેવા મંડળના વગેરેએ હોદ્દેદારોએ પ્રેરક વક્તવ્યો રજૂ કરી ઉપસ્થિત સૌમાં જોમ અને જુસ્સો ભરી દીધો હતો.કાર્યક્રમને સફળ બનાવવા કેશુભાઈ સરડવા, ચંદુભાઈ કુંડારીયાએ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!