માળિયા (મીં) તાલુકાના સરવડ ગામ ખાતે આવેલા સતેશ્વર હનુમાનની જગ્યામા આજે માળિયા મીયાણા તાલુકા યુવા વિકાસ સમિતિના નેજા હેઠળ નવ નિયુક્ત સરપંચો અને ગત ટર્મના સરપંચોના સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગ્રામજનોએ મુકેલા વિશ્વાસને સાર્થક કરવા આહ્વાન કરાયું હતું. જેમાં લોકોએ મુકેલા વિશ્વાસમા ખરા ઊતરવા માટે કંઈક અલગ નવુ રચનાત્મક કામગીરી કરવા માટે સમિતીને યુવા વિકાસ સમિતિના સાથ સહકાર આપવા હાકલ કરવામાં આવી હતી.
માળીયા (મીં) તાલુકામા નવા સરપંચ તથા સભ્યો જેઓ તાલુકાના ગામોના વિકાસ માટે તત્પર હોઈ તેવા સદસ્યો સમિતી સાથે જોડાઈને માળીયા મી તાલુકાનો વિકાસ કરવા અનુરોધ કરાયો હતો. આગમી સમયમાં યુવા વિકાસ સમિતિ દ્વારા વિદ્યાર્થી, યુવાપ્રતિભાઓ અને શિક્ષણવિદોનુ દર વર્ષે સન્માન કાર્યક્રમ કરવામાં આવશે. વધુમાં માળીયા તાલુકામાં હરિયાળી ક્રાન્તિ લાવવા માટે જનજાગૃતિના કાર્યક્રમો તથા વૃક્ષારોપણ કરાવવામાં આવશે.
આ ઉપરાંત વૃદ્ધ, નિરાધાર અને વિધવાઓને ઘેરબેઠા સરકારની યોજનાઓના લાભ અપાવવા મહેનત કરાશે. વધુમાં રમત ગમતના કાર્યક્રમો અને બેસ્ટ ગ્રામ પંચાયતના સરપંચોનુ સન્માન કરવામાં આવશે. વધુમાં માળીયા તાલુકાના વણઊકેલાયેલ લોકહિતના પ્રશ્નોને યોગ્ય પ્લેટફોમઁ સુઘી પહોચતા અને તાલુકામાથી 5 ગામોને દતક લઈ તે ગામોની કામગીરી પૂર્ણ કયાઁ બાદ બીજા ગામોમા ક્રમશ: કામગીરી હાથ ધરાશે. વધુમાં એડવોકેટ,પત્રકાર,સામાજીક શૈક્ષણિક આગેવાનોના માઘ્યમથી સમાયાન્તરે સેમિનારો લોકદરબારનુ આયોજન અને મેડિકલ કેમ્પના આયોજન સહિતની દિશામાં આ સમિતિ દ્વારા કાર્ય કરવામાં આવશે.
બિન રાજકિય સમિતિ તરીકે આ સંગઠન દ્વારા સર્વે સમાજના લોકો માટે કાર્ય કરવામાં આવશે. ગામના ભવિષ્ય અને વિકાસનો પંથ આપવા ઝંખતા લોકોને આ સમિતિમા જોડાવા અનુરોધ કરાયો છે. માળિયા (મીં) યુવા વિકાસ સમિતિના મનવીરભાઇ ખાંડેખા, નયનભાઇ કાવર, જીલ્લા પંચાયત સદસ્ય કિશોરભાઇ ચીખલીયા, મુસ્તાકભાઇ ભોરણયા, સરપંચ એસોસિયેશન પ્રમુખ કુલદીપસિહ જાડેજા, પત્રકાર કાસમભાઈ સુમરા સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી અને માળિયા (મીં) તાલુકાને સર્વાંગી વિકાસ માટે માળિયા મીયાણા તાલુકા યુવા વિકાસ સમિતિની સ્થાપના કરી છે.