વિશ્વભરમાં કોરોના મહામારીએ માજા મૂકી છે ત્યારે લોકોએ પોતાની નૈતિક એફઆરજે નિભાવવી પણ જરૂરી હોય છે એકલું તંત્ર તમામ જગ્યાએ પહોચી સ્થિતિ કાબુમાં રાખી શકે નહીં ત્યારે માળીયા મિયાણાના ક્રિષ્નાનગર ગામના લોકોએ જાત મહેનત જીંદાબાદનું સૂત્ર સાર્થક કર્યું છે જેમાં ગ્રામજનોએ આરોગ્ય વિભાગને સાથે રાખી કોરોના સર્વે કૃ અને શંકાસ્પદ દર્દી ને કોવીડ ટેસ્ટ માટે રીફર કરવામાં આવ્યા હતા અને તમામ લોકોએ બધાજ એ સોશીયલ ડીસટન્સ નું પાલન કરી ગરમ પાણી ના કોગળા લીંબુ પાણી પીવુ, વારંવાર હાથ ધોવા,માસ્ક ફરજીયાત પહેરવુ,બિનજરૂરી ઘરની બહાર ના નીકળવું, વધુ તકલીફ જણાય તો તાત્કાલિક હોસ્પિટલ મા રીફર થઈ જવું. ઘર ના વૃદ્ધ ,નાના બાળકો , કો મોબીડૅ દર્દી ની અલગ તકેદારી રાખવી સહિતની સૂચનો કર્યા હતાં
આરોગ્ય વિભાગ ની સાથે રહી ગામના આગેવાન મનીષભાઈ , શીરીષભાઈ તથા નયનભાઈ દ્વારા ગામ માં મફત માસ્ક વિતરણ કરી લોકો પોતાની ફરજ સમજી હાલ બધા જ લોકો કોરોના મહામારી માં પોત પોતાની જવાબદારી સમજી આપડા પરિવાર ને કોરોના થી બચાવીએ. અને આરોગ્ય વિભાગ દ્વારા આપેલ સૂચનોનું પાલન કરીએ. અને કોરોના ને માત આપીએ એવી ગામ ના આગેવાન મનીષભાઈ કાંજીયા અને શીરીષભાઈ કાવર અને નયનભાઈ કાવર તથા તેમની ટીમ દ્વારા ગામજનો ને અપીલ કરવાંમાં આવી છે.