હળવદ શહેરમાં મંજૂરી વગર મન ફાવે ત્યાં લગાવાયેલ હોર્ડિંગ્સ હટાવવા તંત્ર આકરા પાણી એ થયું છે.હોડીગ્સ દૂર કરવા આજથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.હળવદ ના જોગણી માતાજીના મંદિરે થી દશામાના મંદીર થી છેક સરા ચોકડી સુધી રોડ પર ડીવાઈડર ના વિજ થાંભલા પર તથા મનફાવે તેમ ગમે તે જગ્યાએ ખડકી દેવાયેલ ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી.
હળવદ શહેરની શોભા અભડાવતા અને વાહનચાલકો પર મોત બનીને ત્રાટકતા ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાની ઝુંબેશ આરંભવામાં આવી છે. મંજૂરી વિના આડેધડ ખડકાયેલા હોડીગ્સ દૂર કરવા હળવદ નગરપાલિકાની ટીમ આજથી રીતસરની મેદાને ઉતરી છે.ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલા ની સૂચનાને પગલે તંત્ર દ્વારા કોઈની પણ શહેશરમ રાખ્યા સટાસટી બોલા જોગણી માં ના મંદિર થી સરા ચોકડી સુધી સુધીના ગેરકાયદેસર લગાવેલા હોડીગસ હટાવવામાં આવ્યા હતા. અંદાજે 70 થી વધુ હોડીગ્સ દૂર કરવામાં આવ્યા હતા.આજે હળવદ મેઈન બજાર ,બસ સ્ટેન્ડ રોડ,સહિત બાયપાસ સુધીના હોડીગ્સ દૂર કરાયા બાદ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં દુર કરવામાં આવશે. તેમ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા જણાવ્યું હતું. આ કામગીરીમાં પાલિકાના આસમાન પાલ, રાજુભાઈ ઠાકર, તેમજ અન્ય સ્ટાફ જોડાયા હતો.
હળવદ નગરપાલિકા દ્વારા આકરી કાર્યવાહી કરાતા લોકોએ પણ આ કામગીરીને આવકારી હતી અને આગામી સમયમાં આવી કામગીરી યથાવત રાખવામાં આવી તેવી માંગ ઉઠાવી છે.