Friday, April 19, 2024
HomeGujaratહળવદના ભવાનીનગરમાં યુવાન ઉપર છરીથી હુમલો મોડી સાંજે બનેલા બનાવ અંગે પોલીસે...

હળવદના ભવાનીનગરમાં યુવાન ઉપર છરીથી હુમલો મોડી સાંજે બનેલા બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી

હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં રહેતા યુવાન પર આજ વિસ્તારમાં રહેતા અન્ય એક યુવાને છરી વડે હુમલો કરતાં લોહીલુહાણ થઈ ગયેલા યુવાનને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા મુસ્તાકભાઈ કાઝડીયાને આજ વિસ્તારમાં રહેતા ગોપાલ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર બૈયડાના ભાગે છરીના બે ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જોકે પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!