મોરબીમાં રાજાશાહી વખત ના આવેલા નીલકંઠ મહાદેવ મંદિરને પ્રવાસન સ્થળ માં સમાવેશ કરવા તેમજ સમાર કામ કરવા માંગ કરવામાં આવી છે જેમાં આ મંદિર રાજશાહી વખતનું મંદીર છે ત્યારે લોકોમાં આસ્થાનું પ્રતીક ગણાતું નીલકંઠ મહાદેવ મંદિર નીંસ્થિતિ અત્યંત દયનીય છે જેની ત્વરિત કામગીરી કરવામા અવાઈ જેથી ઐતિહાસિક આ મંદિરની ઝાખી જળવાઈ રહે જે અત્યંત જરૂરી છે.
મોરબીમાં મણિમંદિર નજીક આવેલ અને ૫૦૦ વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવતું શંકર આશ્રમનું નીલકંઠ મહાદેવ મંદિર શ્રધ્ધાળુઓમાં અનેરું મહત્વ ધરાવે છે આ મંદિરનો ઇતિહાસ પણ રસપ્રદ છે, મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે રાજવી પરિવારે ઇસ.૧૯૧૦ માં ઈનામી ડ્રો પણ યોજ્યો હતો મોરબીના મણિમંદિર સામે આવેલ શંકર આશ્રમનું નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસમાંભાવિકોની ભીડ જામે છે મચ્છુ નદી કિનારે સુંદર રમણીય નજારો ધરાવતા આ સ્થળે અગાઉ સાધુઓનો અખાડો હતો બાદમાં અહીં મહાન ભવાદાદાએ સમાધિ લીધી ત્યારે સ્વયંભૂ મંદિર ખૂબ નાનું હતું, બાદમાં ઇસ.૧૯૧૦ માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા નક્કી કરાયું હતું મોરબીના રાજા વાઘજી ઠાકોર વર્ષ ૧૯૧૦ માં નિલકંઠ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર નાનામાં નાના માણસ સહભાગી બની શકે તે માટે રૂપિયા એક ના દરની ઈનામી ટિકિટો બહાર પાડી હતી અને જેટલો લોક ફાળો એકત્રિત થાય એટલી જ રકમ રાજપરિવાર તરફથી આપવા જાહેરાત કરવામાં આવી હતી વર્ષ ૧૯૧૦ ના સમય ગાળામાં એ સમયે સવા લાખ ટીકીટ વહેંચાઈ હતી જેમાં ભાગ્યશાળી વિજેતાને રૂપિયા ૫૧ હજારનું ઇનામ આપવા નક્કી કરાયું હતું અને ડ્રો માં એક જૈન સદગૃહસ્થને આ ઇનામ લાગતા તેઓએ ઈનામની અડધી રકમ મંદિરના જીર્ણોદ્ધારમાં આપી દીધી હતી હાલ આ શંકર આશ્રમ મોરબી વાસીઓમાં આસ્થાનું મોટું પ્રતીક માનવામાં આવેછેત્યારે આ મંદિરનો વિકાસ વધુ થાય એ માટે ભક્તો અને પૂજારી દ્વારા આ મંદિરને પ્રવાસન સ્થળમાં સમાવવામાં માંગ કરવામાં આવી છે.
જો કે આ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર નું સંચાલન સરકાર ને સોંપ્યું છે જેમાં બાજુમાં એક ગાર્ડન પણ આવેલ છે જેને શંકર આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે મોરબી નગર પાલિકા દ્વારા બાજુમાં આવેલ ગાર્ડન ની સાર સાંભળ પણ લેવામાં આવતી હતી જેમાં લાઈટ ,પાણી અને એક સિક્યુરિટી ગાર્ડ પણ મુકવામાં આવતો હતો પરન્તુ છેલ્લા કેટલાક સમયથી આ શંકર આશ્રમ ની દશા માઠી છે લાઈટ પાણી પણ નથી અને મોડી સાંજ બાદ અહીંયા આવારા તત્વો પોતાનો ડેરો જમાવી બેસે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે આ બાબતની અનેક રજુઆત પણ મોરબી પાલિકાને કરવામાં આવી છે છતાં આજદિન સુધી આ પૌરાણિક અને ઐતિહાસિક આશ્રમ માં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જો કે સાંજ પછી આવતા આવારા તત્વો ના લીધે લોકો પણ આ મંદિર પર આવતા ડરે છે ત્યારે પાલિકાએ રજવાડાં એ આપેલી જવાબદારી નિભાવવી જોઈએ અને ત્વરિત આ શંકર આશ્રમ ને પ્રાથમિક સુવિધાઓ આપી તેની ગરીમાં જળવાઇ રહે તેવા પગલાં લેવા આવશ્યક છે.