Monday, November 25, 2024
HomeGujaratકોરોના વાયરસ સામે લડવા મોરબીનું આરોગ્ય તંત્ર તૈયાર : ઓમિક્રોન વોર્ડ તૈયાર...

કોરોના વાયરસ સામે લડવા મોરબીનું આરોગ્ય તંત્ર તૈયાર : ઓમિક્રોન વોર્ડ તૈયાર કરાયો

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે મોરબીમાં કોરોના કેસમા વધારો આવી રહ્યો છે. જેને લઈને મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સાબદુ બન્યું છે. થર્ડ વેવના આગોતરા આયોજન સંદર્ભે મોરબી સિવિલ હોસ્પિટલમાં 3400 બેડની વ્યવસ્થા કરાઈ છે. જેમાં 100 વેન્ટિલેટર બેડ, 150 આઈસીયું બેડ, 2400 ઓક્સીઝન બેડ તથા 750 સાદા બેડની વ્યવસ્થા છે.

- Advertisement -
- Advertisement -

વધુમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં rtpcr લેબ છે ઉપરાંત વાંકાનેરમાં પણ લેબ શરૂ કરવા કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તથા મોરબી જિલ્લાની 7 હોસ્પિટલોમાં ઓક્સીઝન પ્લાન્ટ જનરેટ કરાયા છે જેમાં 5 પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે જયારે 2 પ્લાન્ટની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જો આગમી સમયમાં પોઝીટીવ કેસમાં વધારો આવશે તો કોરોના કાળમાં કારગત નિવડતા 45 જેટલા ધન્વંતરી રથ દોડાવવા અંગે પણ આયોજન છે. તથા કોરોનાની ઝપટે ચડેલા લોકોને ઘર આંગણે સારવાર આપતા 15 સંજીવની રથ પણ દોડાવવામાં આવશે.એટલું જ નહીં કોરોનાના સેકન્ડ વેવની માફક મોરબી જિલ્લાના 360 જેટલા ગામોમાં 3900 બેડની પણ વ્યવસ્થા કરાશે. કોરોના પ્રતિરોધક વેકસીન મેળવેલ દર્દીના મોત અને ઓક્સીઝન ઘટનો ખતરો ટળતો હોવાથી કોરોના કહેર અને ઓમીક્રોનનક સંભવિત લહેર સામે તમામ મોરબી શહેર- જિલ્લાવાસીઓએ વેકસીન મેળવી લેવા અનુરોધ કરાયો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!