૨૮ સપ્ટેમ્બર : શહીદ વીર ભગતસિંહનો ૧૧૩મી જન્મજયંતી છે આજે ઈતિહાસના પાને ભારતની આઝાડીમાં સંપૂર્ણ ન્યોછાવર કરનાર વીર શહીદ ભગતસિંહ નો જન્મ થયો હતો ૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭માં થયો હતો
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના શ્રી ગણેશ ૧૮૫૭ના વિપ્લવ બાદ થયા હતા જેમાં ૧૮૫૭માં અંગ્રેજો સામે બાથ ભીડનાર નામો ભૂલવા અસંભવ છે અને આ ૧૮૫૭ નો. વિપ્લવ મહાન ક્રાંતિકરી વિપ્લવ હતો અને આ જ પ્રયાસને ઈતિહાસમાં અંગ્રેજો સામે થયેલો નિષ્ફળ બળવો ગણવામાં આવી રહ્યો છે
ભારતને ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીથી આઝાદી મેળવવાની ચળવળમાં એક ક્રાંતિકારી જૂથ પણ કામ કરી રહ્યું હતું આ જૂથ કોઈ પણ પ્રકારે અને કોઈ પણ સંજોગોમાં ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા ઈચ્છતું હતું અને આ માટે પોતાના જીવથી લઈને સર્વસ્વ દાવ પર લગાડી દેવા તૈયાર હતાં આ ક્રાંતિકારી જુથમાં સામેલ થનારા તમામ સભ્યોને રાયફલથી લઈને બોંબ ધડાકા કઇ રીતે કરવા અને મશીનગન ચલાવવાની કતાલીમ આપવામાં આવતી હતી અંગ્રેજોના જલિયાંવાલા હત્યાકાંડ બાદ ક્રાંતિકારીઓનું જૂથ બદલો લેવાની લ્હાયમાં હતું જે જૂથમાં યુવાન વીર ભગતસિંહ પણ સામેલ હતાં અને આવા જ એક ક્રાંતિકારી જૂથના સભ્ય હતા વીર ભગતસિંહ ,સુખદેવ અને રાજગુરૂ આ ત્રણેય એક જ એવી ત્રિપુટી હતી જેણે દિલ્હીમાં મળનારી અંગ્રેજોની ધારાસભામાં બૉમ્બ ધડાકા કર્યા હતા અને તેનો ધડાકો ચેક બ્રિટિશ સરકારના કાન સુધી પહોંચી ગયો હતો અને બસ ત્યારથી જ બ્રિટિશ સરકાર ફક્ત આ ત્રણને પુરા કરી દેવા રાત દિવસ એક કરવા તૈયાર થઈ ગઈ હતી અને ડર પણ બેસી ગયો હતો કે આ ત્રણેય ને કોઈપણ ભોગે છોડવાના નથી આવા વીર ભગતસિંહ નો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭ માં થયો હતો જેમાં આ બોંબ ધડાકા બદલ ત્રિપુટીની ધરપકડ થઈ સને ત્રણેય ભગતસિંહ સુખદેવ અને રાજગુરૂ ને ફાંસીની સજા ફરમાવવામાં આવી અને ૨૩ માર્ચ ૧૯૩૧ ના રોજ ત્રણેયને ફાંસીના માંચડે અંગ્રેજોએ ચડાવી દીધા જેથી દેશભરમાં ૨૩ માર્ચને શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે ત્યારે આજે આવા વીર ભગતસિંહ ની ૧૧૩ મી જન્મજયંતિ છેઅને ક્યાંકને ક્યાંક આજે પણ દેશમાં આવા જ ક્રાંતિકારી યુવાનોની ખોટ ભારત સારી રહ્યું છે