મોરબીના ઝીઝુડા ગામેથી ઝડપાયેલ રૂપિયા 600 કરોડની કિંમતના ડ્રગ્સકાંડના મુખ્ય સૂત્રધાર ઇશા રાવના પુત્ર હુસેનને જામીન ઉપર છુંટવા કરેલી અરજીની આજે મોરબી કોર્ટે ફગાવી દીધી છે.
રાજ્યની એટીએસ ટીમે તાજેતરમાં મોરબી જિલ્લાના ઝુંઝુડા ગામેથી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી કાળા કરોબારને ખુલ્લો કર્યો હતો.જેની તપાસ દરમિયાન આ ડ્રગ્સનો જથ્થો સૌપ્રથમ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે ઠલવાયો હતો અને ત્યારબાદ ઈશા રાવે ખંભાળિયા આ ડ્રગ્સનો જથ્થાનો ઈકલાબભાઈના ભંગારના ડેલામા સંગ્રહ કર્યા બાદ ત્યાંથી ઝીંઝુડા લાવવામાં આવ્યો હતો.
આ પ્રકરણમાં માસ્ટર માઈન્ડ ઈશા રાવના પુત્ર હુસેને ડ્રગ્સ વેચ્યું હતું તેના રૂ.39.44 લાખ રાજકોટની આગડીયા પેઢીમાં ખોટું નામ ધારણ કરી ઉપડ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.આ ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલ આરોપી હુસેને રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરી હતી આ અરજીની સુનવણી દરમિયાન આજે મોરબી ડિસ્ટ્રિક કોર્ટમા સરકારી વકીલ વી.સી.જાનીએ ધરધાર દલીલો કરતા જજ એ.ડી.ઓઝાએ જામીન અરજીને ફગાવી દીધી હતી.