મોરબી શહેરના દરબારગઢ વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને ફોસલાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ વિધર્મી શખ્સે ધાક ધમકી આપીને યુવતી અને તેની બેનને ગાળો આપીને મારી નાંખવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં ભોગ બનેલ યુવતીએ મોરબી સીટી એ ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
મોરબીમાં વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મોરબીના દરબારગઢમાં રહેતા પરિવારની યુવતી પર સાહિલ ઈકબાલભાઇ ખાન નામના વિધર્મી શખ્સે લલચાવી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સબંધ રાખવા અને આ બાબતે કોઈને પણ કહ્યું તો મારી નાંખવાની ધાક ધામકી આપી હતી. ભોગ બનેલ યુવતીએ હિમતભેર સામનો કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે સાહિલ ઈકબાલભાઇ ખાન (રહે.વીસીપરા કુલીનગર મોરબી) નામના વિધર્મી ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કલમ ૩૭૬ (બળાત્કાર), ૫૦૪ અને ૫૦૬(૨) મુજબ ગુનો નોંધ્યો હતો. તપાસ બાદ ગઈ કાલે આરોપી સાહિલ ઈકબાલખાન પઠાણની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે પાલીતાણા માં બનેલી લવ જેહાદ ની ઘટના મુદ્દે આજે જ ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત માં લવ જેહાદ ના ષડયંત્ર ચાલવા દેવાશે નહિ અને દરેક માતા પિતા ને પોતાના દીકરા દીકરીઓ નું ધ્યાન રાખવા જણાવ્યું હતું વધુ માં જો કોઈ પણ લોકો લવજેહાદ ના ષડ્યંત્ર નો ભોગ બન્યું હોય તો સીધો ગૃહ રાજ્યમંત્રી નો સંપર્ક કરી શકે છે અને ફરિયાદી ના નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને ગુજરાત ની દીકરીઓ ને ફસાવનાર એક પણ વ્યક્તિ ને છોડવામાં નહિ આવે એવી બાંહેંધરી પણ આપવામાં આવી હતી.