અમદાવાદના નારોલ અસલાલી હાઇવે પર આવેલ સનરાઇઝ હોટલ નજીક અવાવરું જગ્યાની ખંઢેર ઓરડીમા પૈસાની લેવડ દેવડ બાબતે માથાકૂટ થયા બાદ આરોપીએ મોઢાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનની હત્યા નિપજાવી હતી. હત્યાને અંજામ આપી આરોપી નાશી છૂટતા આ અંગે પોલીસને જાણ કરાતા નારોલ પોલીસ ગણતરીની કલાકમાં જ આરોપીને ઝડપી લીધો હતી.
આ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર નારોલ અસલાલી હાઇવે સનરાઇઝ હોટલની પાછળ ઉમંગ ફ્લેટની સામેની અવાવરૂ જગ્યામાં ખંડેર ઓરડીમા રાજકુમાર મેવાલાલ યાદવ સાથે આરોપી શશીકાંત ઉર્ફે સતીષ જયંતીભાઇ રાઠોડને પૈસાની લેવડદેવડ બાબતે તકરાર થઈ હતી. જે દરમીયાન આરોપીએ માથા, મોઢાના અને કપાળના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકતા રાજકુમારને ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો જ્યાં સારવાર દરમિયાન ગઈ કાલે તેનું મોત નીપજ્યું હતુ.
આ બનાવ હત્યામાં પાલટાતા આરોપીને દબોચી લેવા અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, અધિક પોલીસ કમિશ્નર ગૌતમ પરમાર, નાયબ પોલીસ કમિશ્નર એ.એમ મુનિયા, જોઈન્ટ પોલીસ કમિશ્નર મિલાપ પટેલ ” કે ” ડીવીજન અમદાવાદની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ એસ.એ.ગોહિલ, સર્વેલન્સ સ્કોડ પીએસઆઇ એ.જી.બીદ સહિતનાઓની તપાસ દરમિયાન આરોપી શશીકાંત ઉર્ફે સતીષ જયંતીભાઇ રાઠોડ (ઉ.વ .૩૪ રહે , જીર ઉમંગ ફ્લેટ સનરાઇઝ હોટલની પાછળ નારોલ અસલાલી હાઇવે નારોલ અમદાવાદ)ને ગણતરીના કલાકોમાં શોધી ગુનો ડીટેકટ કર્યો હતો.આરોપીનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ કામગીરી દરમિયાન પીએસઆઈ દર્પિતા પ્રિયકાંત, હસમુખભાઇ ભાનુભાઇ, મહેશભાઇ બાબુલાલ, માયાબહેન ભગવાનદાસ સહિતના ફરજ પર હાજર રહ્યા હતા.