Friday, November 22, 2024
HomeGujaratમોરબીમાં ૩૮ કરોડના પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના કામોને મંજૂર કરાવતા...

મોરબીમાં ૩૮ કરોડના પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના કામોને મંજૂર કરાવતા રાજયમંત્રી બ્રિજેશ મેરજા

મોરબી શહેરના વિકાસને ચાર ચાંદ લગાવવા હંમેશા પ્રયત્નશીલ અને જહેમતશીલ રહેતા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીવાસીઓની પ્રાથમિક જરૂરીયાતના રૂપિયા ૩૮ કરોડના પાણી પુરવઠા યોજનાના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના કામોને તાત્કાલિક મંજૂરી આપવી છે જેને લઈને સુવિધામાં વધારો થતા લોકોએ પણ આ કામગીરીને આવકારી છે.

- Advertisement -
- Advertisement -

લોકોની મુખ્ય જરૂરીયાતના કામો રોડ , વીજળી અને પાણી તેમજ ભૂગર્ભ ગટરના કામો સત્વરે મંજુર કરીને લોકોને સારી સુવિધા આપવાની દિશામાં પ્રયત્નશીલ રહી , મોરબીના ધારાસભ્ય અને રાજયના પંચાયત , શ્રમ , કૌશલ્ય વિકાસ અને રોજગાર ( સ્વતંત્ર હવાલો ) , ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી દ્વારા મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ આશરે ૧૧૫ જેટલા વાડી વિસ્તારમાં મુખ્ય પાયાની સુવિધા એવી પીવાનું પાણી પૂરૂ પાડવા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાની જરૂરીયાતને પરિપૂર્ણ ક૨વા મોરબી નગરપાલિકા કક્ષાએથી પીવાના પાણીની યોજનાના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના કામોની નિયત દરખાસ્ત કરાવીને , શહેરી વિકાસ વિભાગ કક્ષાએ સતત ફલો – અપ કરી , મુખ્યમંત્રી સમક્ષ પણ રજુઆત કરી હતી જેને ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ અંદાજે રૂ.૩૮.૩૫ કરોડના કામો મંજુર કરાવવામાં આવ્યા છે . આ કામો વહેલામાં વહેલી તકે હાથ ધરવામાં આવશે અને લોકોને સત્વરે સારામાં સારી પીવાના પાણી અને ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ થશે. બીજી તરફ લોકોની સુવિધામાં વધારો થતાં વિસ્તારવાસીઓ બ્રિજેશભાઈ મેરજાની કામગીરીને બિરદાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!