૩૬ મી ગુજરાત ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા -૨૦૨૨ માં મોરબી જિલ્લા પોલીસમાં વુમન લોકરક્ષક તરીકે ફરજ બજાવતા ભુમિકાબેન ભુત દ્વારા સીનીયર બહેનોના વિભાગમાં ગોલ્ડ મેડલ મેળવી મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે. ઉલ્લેખનીય છે કે ભુમિકાબેન સતત ચોથી વખત ગોલ્ડ મેડલ મેળવતા પોલીસ પરિવાર દ્વારા તેમના પર શુભેચ્છ વર્ષા થઈ રહી છે.
મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે વુમન લોકરક્ષક તરીકે ફરજ બજાવતા ભુમિકાબેન દુર્લભજીભાઇ ભુત જેઓનું મુળ વતન મોરબી તાલુકાનું ચાંચાપર ગામ છે. તેઓએ સને .૨૦૧૮ થી અત્યાર સુધી કુલ ૨૫ જેટલી એથ્લેટીકસ ઇવેન્ટની અલગ અલગ કક્ષાઓની સ્પર્ધાઓમાં ભાગ લઇ તમામ ઇવેન્ટસમાં ઉત્તમ પ્રદર્શન કરી મોરબી જિલ્લા પોલીસ પરિવારનું ગૌરવ વધારેલ છે . તેઓને અત્યાર સુધીમાં રર – ગોલ્ડ મેડલ, ૦૨ સીલ્વર મેડલ તેમજ ૦૧ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ , ગાંધીનગર અને વહિવટી તંત્ર જુનાગઢ દ્વારા દર વર્ષે યોજાતી ગુજરાત ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધામાં વર્ષ -૨૦૨૨ માં ભુમિકાબેને સીનીયર બહેનોના વિભાગમાં ૪૧.૨૮ મીનીટમાં ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા પૂર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
સને.૨૦૧૯-૨૦ માં યોજાયેલ ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા ૩૮.૨૧ મીનીટમાં રેકોર્ડ સાથે પૂર્ણ કરેલ હતી . જુનાગઢ ખાતે યોજાતી રાષ્ટ્રીય / રાજય કક્ષાની ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધામાં છેલ્લા ચાર વર્ષથી પ્રથમ નંબર લઇ ગોલ્ડ મેડલ મેળવી મોરબી જિલ્લાનું તેમજ મોરબી પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે તેઓની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ મોરબી એસ પી સુબોધ ઓડેદરાએ તેમનું બહુમાન કર્યું હતું.