મોરબી સરકીટ હાઉસ ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ અરજદારોની સમસ્યાઓ સાંભળી તેના નિકાલ માટે સ્થળ પરથી જ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા મોટા ભાગે શુક્રવાર થી રવિવાર સુધી મોરબી – માળીયા વિસ્તારની જનતાના પ્રશ્નો ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. ત્યારે આજે રાજયમંત્રી સમક્ષ અનેક પ્રશ્નોની રજૂઆત અર્થે મોટાભાગના અરજદારો ઉપસ્થિત રહેતા રાજયમંત્રીએ અરજદારો માટે સમય કાઢી તમામના પ્રશ્નો સાંભળ્યા હતા આ તકે સરપંચો, ઉદ્યોગપતિઓ, કર્મચારીઓ માટેના બદલીના પ્રશ્નો તેમજ શિક્ષણના પ્રશ્નો અંગે મત્રી બ્રિજેશ ભાઈને રજૂ કરવામા આવી હતી. સવારે 9.00 થી 10.30 વાગ્યા સુધી તમામ અરજદારોને સાંભળ્યા બાદ તાત્કાલિક લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચન આપી પ્રશ્નોના ઉકેલ માટે સૂચના આપવામાં આવ્યા હતા. જેને લઈને તમામ અરજદારો બ્રિજેશભાઈ મેરજાના પ્રજાલક્ષી અભિગમ અને કુનેહ પૂર્વકની કામગીરીથી ખુશ થયા હતા.