હળવદ તાલુકાના ચરાડવા સ્વામી નારાયણ મંદિર ખાતે રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ ચરાડવામાં બિરાજમાન સર્વોપરી ઘનશ્યામ મહારાજના ચતુર્થ વાર્ષિક પાટોત્સવ મહોત્સવ તા. ૪ થી તા. ૮ સુધી યોજાયો જેમાં શ્રીમદ સત્સંગીજીવન પંચાહ્ન કથા પારાયણ માં ધન્શયામ જન્મોત્સવ, ડ્રાયફ્રુટનો અભિષેક ગાદીપટ્ટા અભિષેક,સમુહ મહાપુજા,રાજોપચાર પુજા. સાથે જ ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક પાટોત્સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પોથી યાત્રા, ઘનશ્યામ બાલ-બાલિકા મંચ, શ્રીહરિ પ્રાગટ્યોતસ્વ અને પાટોત્સવ કાર્યક્રમ યોજાયા હતા,આ કાર્યક્રમમાં હરીભક્તો માસ્ક પહેરી ને આવ્યા હતા.કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરીયુ હતું.
અમદાવાદ સ્વામિનારાયણ મંદિર-કાળુપુરમાં બિરાજમાન શ્રીનરનારાયણ દેવનો 200 મો વાર્ષિક પાટોત્સવ પર્વ ધામધૂમપૂર્વક ઉજવાયો. તેના ઉપલક્ષમાં ચરાડવાધામ માં તા.૪-૮ જાન્યુઆરી સર્વોપરી ઘનશ્યામ મહારાજનો ચતુર્થ વાર્ષિક પાટોત્સવ યોજાયો, તા.૮ શનિવારના રોજ ભવ્ય દીવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય લાલજી મહારાજના વરદ હસ્તે શાકોત્સવન માં શાકનો વઘાર કરી ભવ્ય દિવ્ય શાકોતસવ મહોત્સવ યોજાયો,આ મહોત્સવમાં ચરાડવા સ્વામી નારાયણ મંદિરના મંહત નીલકંઠ દાસજી સ્વામી, પુજારી હરિદાસજી સ્વામી, તથા બ્રહ્મભૂષણ દાસજી સ્વામી, પાષૅદવયૅ ભરતભગત, વિજ્ઞાન દાસજી સ્વામી શિષ્ય મંડળ તથા સત્સંગી મંડળ ચરાડવા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.