Sunday, May 5, 2024
HomeGujaratગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૧ દરમ્યાન ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇનની સફળ કામગીરી

ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૧ દરમ્યાન ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇનની સફળ કામગીરી

ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ- સુચન- માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઈન ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરુ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

વર્ષ ૨૦૨૧ દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા સમગ્ર ગુજરાતમાં કુલ ૧,૬૫,૯૬૪ કરતાં વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવ, પુરું પાડવામાં આવ્યું છે. અને ૧૮૧ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇ ને ૩૬,૨૭૯ જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે. અને ૨૩,૪૬૯ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. ૧૧,૦૭૯ જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યું કરીને  લાંબાગાળાના કાઉન્સિલિંગ તેમજ અન્ય મદદ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા.

આ પ્રસંગે જશવંત પ્રજાપતિ ચિફ ઓપરેટિંગ ઓફીસર, જીવીકે ઇએમઆરઆઇ ગુજરાતના ૬.૩ કરોડ ગુજરાતીઓને શુભકામના આપતા જણાવેલ કે “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્રારા મહિલા સશક્તિકરણના ક્ષ્રેત્રમાં એક ખુબ મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંજવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. આજના દિવસે તેઓએ ગુજરાત સરકારનો આભાર માનવા સહ ગુજરાતમાં ૨૪X૭ કાર્યરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થયેલ છે તેમજ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાતએ શ્રેષ્ઠ ગુણવત્તાનું ‘આદર્શ રાજ્ય’ બનવા પામેલ છે.”

  • મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી
  • મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.
  • ફોને ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ વી. ની માહિતી કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુ ની સેવા
  • જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવીકે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ,નારી સંરક્ષણ ગ્રુહ વી. મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરંસ દ્વારા સીધૂ જોડણ કરવામાં આવે છે. સાથેજ, સરકારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.
  • કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?
  •  મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો)
  • શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ
  • લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
  • જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો
  • કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
  • માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)
  • આર્થીક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો

રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહિ શકાય તેવી ઇન્ટીગ્રેટેડ ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશન તા ૬ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ લોન્ચ કરવામાં આવેલ છે.

મોરબી ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા કરેલ કામગીરી (સેવા શરુ કરી ત્યાર થી અત્યાર સુધી(Jan to Dec-2021)

A) સલાહ​-સુચન​-માર્ગદર્શન અને બચાવ માટે મહિલાઓ દ્વારા કરવામાં આવેલ ટોટલ કોલની સંખ્યા 2971
B) ઉપરોક્ત ટોટલ કોલ માંથી(Sr.No.A માંથી)ટેલીફોનિક્ પરામર્શ કરી સમસ્યાનુ સામાધાન કે  યોજ્નાઓ વિશેની કે અન્ય માહિતિ આપેલ્ 2241
C) ઉપરોક્ત ટોટલ કોલ માંથી(Sr.No.A માંથી)મહિલાની સમસ્યાને ધ્યાને લઇને રેસક્યુ વાન ઘટના સ્થળ પર જઇને આપેલ મદદ્ 730
D) ઉપરોક્ત કોલ માંથી(Sr.No.C માંથી)આગેવાનો અને કુટુંબના સભ્યો સાથે પરામર્શ કરી સ્થળ પર સમસ્યાનુ સામાધાન 459
E) ઉપરોક્ત કોલ માંથી(Sr.No.C માંથી)મહિલાની ગંભીર સમસ્યાને ધ્યાને લઇને અન્ય​ સંસ્થા/વિભાગ સુધી કાર્યવાહી માટે લઇ જવામાં આવ્યા (જેવી કે પોલિસ સ્ટેશન​,મહિલા સહાયતા કેન્દ્ર​, આશ્રયગ્રુહ​, સગા-સબંધિને,ફેમિલી કાઉન્સિલીંગ સેન્ટર​, નારી અદાલત​, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, .એસ.સી. વગેરે) 243
  • ૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા:
  • મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.
  • ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે.
  • પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!