મોરબી શહેર જીલ્લામાં આજથી કોરોના સામેના જંગને વધુ ગતિ આપવામાં આવી છે. આજથી આરોગ્ય તંત્ર દ્વારા ફ્રન્ટ લાઈન વોરિયર તરીકેની ભૂમિકામાં રહેલ વહીવટી અને આરોગ્ય વિભાગ સહિતના સરકારી કચેરીઓના કર્મચારીઓ અને ૬૦ વર્ષથી વધુની ઉમર ધરાવતા અને નવ માસ પૂર્વે રસીકરણ કરાવી ચૂકેલ નાગરિકો માટે આજેથી પ્રીકોસન ડોઝનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મોરબીમાં આજથી કોરોના રસીકરણના પ્રીકોશન કોરોનાં ડોઝ આપવાની શરુઆત કરવામાં આવી છે. કોરોના સામેના જંગમાં ફ્રન્ટ લાઈન વોરીયર વહીવટી તેમજ આરોગ્ય અને અન્ય કચેરીઓના કર્મચારીઓ તેમજ ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા અને નવ માસ પૂર્વે બંને ડોઝ લઇ ચૂકેલ નાગરિકો માટે આજથી પ્રીકોસન ડોઝનો પ્રારંભ થયો છે. મોરબી જિલ્લામાં આરોગ્ય કર્મચારી 2800 થી વધુ, ફ્રનટલાઈન વર્કર્સ 3300 થી વધુ અને 60 વર્ષથી વધુ લોકો સહિત આશરે કુલ 9,500 લોકોને અપાશેનો ત્રીજો ડોઝ આપવામાં આવશે. મોરબીમાં કુલ 177 સાઈટ પર ત્રીજા ડોઝનું રસીકરણ કરવામાં આવશે. મોરબી જિલ્લાના જે લોકોને ત્રીજા ડોઝ લેવાનો હોય તેમને ડોઝ લેવા અંગે આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.