મોરબી જિલ્લામા અટકેલ રોડ રસ્તાના કામો તાત્કાલિક આરંભવા અને નિર્માણધીન કામો તાબડતોબ પૂર્ણ કરવા તેમજ કામોમાં ગુણવતા જળવાઇ રહે તે માટે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દ મા સૂચના આપી છે જ્યારે કામમાં ડાંડાઈ અને ગોબાચારી કરતી એજન્સીને ઘરભેગી કરવા પણ લગત આધિકારીઓને સૂચન કર્યું છે.
બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ એક્સન મોડમાં આવી કામમા ધારાધોરણ ન જાળવતી ચકમપર રોડનું કામ કરતી એજન્સી ને બ્લેક લીસ્ટ કરવા તથા કોટડા રોડની કામગીરી ,ગાળા ગામના રોડની કામગીરી અને ગ્રામ જનોની સમસ્યા નિવારણ અને ગૂંગણ રોડ રીપેરીંગ કરવા ઉપરાંત માન્ડલ માંથક રોડનું અટકેલા કામ કરવા સબંધિત વિભાગને તાકીદ કરી છે.
સંયમર્યાદાથી વહેલા મોડા કામો શરૂ થયા હોય તેવી ફરિયાદમાં જેતપર રોડનું કામ મોડું શરૂ થયું હોવાનું જાણવા મળવા ઉપરાંત રવાપર ઘુનડા રોડને રીપેરીંગ કરવા માટે નિર્દેશ કરી કામમાં બેદરકારી દાખવનાર અલગ અલગ બે ખાનગી એજન્સીઓ પર પણ જરૂરી અને દંડાત્મક કામગીરી કરવાના આદેશ આપ્યા હતા. ગઈકાલે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા અજયભાઈ લોરીયા દ્વારા જેતપર રોડના કામ સાઇટ પર થી સેમ્પલ લેવામાં આવ્યું હતું જેને પણ ક્વોલિટી કન્ટ્રોલ લેબોરેટરીમાં મોકલવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
અજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ મત સ્વરૂપે મુકેલા વિશ્વાસને સાર્થક કરવા સતત જહેમતશીલ છીએ જો
લોકોના કામ નહીં થાય કશુરવાર તો કોઈને પણ છોડવામાં નહિ આવે જિલ્લા પંચાયતના કર્મચારી હોય કે કોઈ ખાનગી એજન્સી હોય કામ ચોરી ક્યારેય સાંખી લેવામાં નહિ આવે. અને મિટિંગ અને મોટી મોટી વાતોમાં વ્યસ્ત રહેતા અધિકારીઓને પણ સૂચના આપી સમયનો વ્યય કરવા કરતાં દાખલા રૂપ કામગીરીની તાકીદ કરી હતી. ઉપરાંત પેધી ગયેલા આળશુ અધિકારીઓનો ઉધડો લીધો હતો.