મોરબી જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધીનગર ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજા સાથે મુલાકાત કરવામાં આવી હતી આ તકે પ્રશ્નો સાંભળી મંત્રી બ્રિજેશભાઈએ તાત્કાલિક સબંધિત વિભાગને સૂચના આપી હતી.
ગાંધીનગર ખાતે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા, સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, સી.ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા ઉપાધ્યક્ષ અને માળિયાના અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ રાજુભાઈ ગોહિલ કોષાધ્યક્ષ હળવદ ટિમ સહિતના કાર્યકર્તાઓ શિક્ષકોના પગાર ભથ્થા, એરિયર્સ અને નિવૃત્તિ પછી મળતા લાભો માટેની ગ્રાન્ટ જીરો અંગે રજૂઆત કરી હતી જેને લઈને મંત્રીએ ડો.વિનોદ રાવ સચિવ શિક્ષણ વિભાગને તાત્કાલિક ઘટતું કરવાની સૂચના આપી હતી વધુમા શિક્ષકોના જી.પી.એફ.એકાઉન્ટ મોરબીમાં ટ્રાન્સફરનું કામ પૂર્ણ થવામાં છે તેમ મંત્રીએ જણાવ્યું હતું. તેમજ અન્ય પ્રશ્નો માટે બી.એમ.સોલંકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને સૂચના આપી હતી.
ત્યારબાદ ટિમ મોરબીએ કમાંડ અને કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી અને ગુજરાત ભરના શિક્ષકો સાથે કેવી રીતે વાત કરવામાં આવે છે?એનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ કમાન્ડ એન્ડ કન્ટ્રોલમાં એકમ કસોટી હાલના સમયમાં મોકૂફ રાખવા બાબતે અધિકારીને રજુઆત કરી હતી. કન્વીનર પ્રકાશભાઈ ભટ્ટી સાથે મીટીંગ કરી ખાનગી શાળાના બાળકો માઈક્રોસોફ્ટ ટીમ્સ અને જી.શાલા એપમાં એડ કરવા માટે શાળા કક્ષાએથી માહિતી મંગાવી અપડેટ કરવા માટે ચર્ચા કરી હતી.અને શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી પુરવા માટે એપમાં સુધારો કરવા બાબતે પણ રજુઆત કરાઈ હતી.