સમગ્ર યુવાધનનો માનીતો તહેવાર એટલે ઉતરાયણ મહાપર્વને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. છેલ્લા 10 દિવસથી હળવદ શહેરની બજારોમાં પતંગ, દોરી, ફુગ્ગા, શેરડી, સહિત માસ્ક, અને પિપૂડીઓની દુકાનો મંડાઇ ગઈ છે પણ કોરોનાની ત્રીજી લહેર અને 30% જેટલો ભાવ વધારો તેમજ મંદીના માહોલ વચ્ચે શહેરીજનોના મૂડ ઉપર અશર કરી રહ્યો છે અને વેપારીઓ મુઝવણમાં મુકાયા છે.
હળવદ પંથકના પતંગ રશિયાઓના મૂડ ઉપર કોરોના ગ્રહણ લાગતાં વેપારીઓ નિરાશ બન્યા છે. ત્યારે હળવદ પંથકમાં છેલ્લા 10 દિવસથી પતંગ, દોરી, ફુગ્ગા, શેરડી, ચીકકી સહિતની સામગ્રીઓ ની દુકાનો ઠેર ઠેર મંડાઇ છે. પણ છેલ્લા 10 દિવસ થી બજાર માં ઘરાકી જ ન હોય વેપારીઓ નિરાશ બન્યા હતા તો બીજી બાજુ કોરોના કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્રીજી લહેર ઘાતક બનીએ રહી છે. તેવામાં મંદીના માહોલ વચ્ચે હળવદ શહેરના પતંગ રશિયાઓનો મૂડ કેવો રહેશે તે જોવું રહ્યું જો કે ઉતરાયણ પર્વ ને હવે ગણતરી ના કલાકો બાકી છે ત્યારે કઈ અંશે થોડી ઘરાકી આજથી નિકળી હોય તેવું વેપારીઓ નું કહેવું છે પણ દર વર્ષની જેમ ચાલુ વર્ષે ઘરાકી ઓછી હોવાનું માની રહ્યા છે બાળકો માટે ખાસ પતંગો કાર્ટૂનની બજારમાં આવી છે. સાથે માસ્ક, ફુગ્ગા, અને પીપુડા જેવી સામગ્રીઓ બજારમાં નાના મોટા વેપારીઓ દ્વારા વેચાણ કરવા ઠેરઠેર પઠાળા લગાવી દીધા છે. પણ કોરોનાની ત્રીજી લહેર તેમજ 30 % પતંગ દોરાના ભાવમાં વધારો હોય પતંગ રશિયાઓ જરૂર પુરતી ખરીદી કરતા નજરે પડે છે.