મોરબી જિલ્લામાં આજે અપમૃત્યુના વધુ ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમા અકસ્માતમાં યુવાન અને પહેલા માળેથી પટકાતા બાળક સહિત ત્રણ ના મોત થયાનું પોલિસ સમક્ષ જાહેર થયું છે.
ટંકારા અમરાપર રોડ પર પુર ઝડપે દોડતી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં મહીન્દ્રા કંપનીની ઇમ્પીરીયો ગાડી રજી નંબર- જી.જે.૩૬.ટી- ૪૩૧૧ના ચાલક યોગેન્દ્રસિંહ કિર્તીસિંહ જાડેજા (ઉ.વ- ૩૫ રહે- શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે યદુનંદન-૦૨ મોરબી) એ આડેધડ પુર ઝડપે કાર ચલાવી ટંકારાથી વાકાનેર જતા હતા તે દરમીયાન ટંકારા અમરાપર રોડ વચ્ચે વળાંક આવતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો જેને લઈને ગાડી રોડની બાજુમા આવેલ વેણમા ખાબકતા ગંભીર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં યોગેન્દ્રસિંહ જાડેજાનું કામકમાટીભર્યું મોત નીપજ્યું હતું તથા કારનો બુકળો બોલી ગયો હતો.
અપમૃત્યુના વધુ એક બનાવમાં મોરબી તાલુકાના વિરપરડા ગામે રહેતા વિપુલભાઇ ચકુભાઇ સાદરીયા નામના ૪૦ વર્ષીય યુવાનનું લીવરની બીમારીને પગલે મોત નીપજ્યું હતુ. જે અંગે પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ રેસેરા સીરામીક લેબર કવાર્ટર રહેતા મૂળ એમપીના આશીષભાઇ વિજયભાઇ ચૌહાણ નામનો ચાર વર્ષનો બાળક કારખાનાના પહેલા માળની સીડી પરથી રમતા રમતા પડી જતા ગંભીર ઇજા પહોંચી હતી આથી તેને તાત્કાલિક સારવાર અર્થે આયુશ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં વધુ સારવારની જરૂર જણાતા રાજકોટ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સરવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું
માળિયા નજીક ટ્રક અડફેટે યુવાન ઘવાયો
માળીયા મિયાણા પોલીસ મથકથી ૩ કિ.મી.દુર હાઇવે રોડ ઉપર વિશાલા ગેલોપ્સ હોટ્લ નજીક પુર ઝડપે આવતા ટ્રક નંબર જી.જે.૧૨ બી.વી.૫૮૪૦ ના ચાલકે આશીફભાઇ ઇશાભાઇ જેડા (ઉ.વ.૨૨ રહે.માતમા ચોક જેડાવાસ માળીયા મી તા.માળીયા)ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજાગ્રસ્ત યુવાનને જમણા હાથમા થતા જમણા પગમા ગંભીર ઇજા પહોંચી હતી.