મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિર ખાતે આજે મોરબી પ્રેસ વેલ્ફેર એસો.ના પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ મોરબી ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિ ભોજનશાળાના પ્રમુખ સહિતના હોદ્દેદારોના સન્માન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
મોરબી પ્રેસ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ અતુલભાઈ જોશી, ઉપપ્રમુખ મિલનભાઈ નાનક, મંત્રી રવિ ભડાણિયા, ખજાનચી જીગ્નેશભાઈ ભટ્ટ, કારોબારી સભ્ય હિમાંશુભાઇ ભટ્ટ અને મહેન્દ્રસિંહ જાડેજા સહિતના હોદ્દેદારોનું સાલ ઓઢાડી અને ફૂલ હાર પહેરાવી અદકેરું સન્માન કર્યું હતું.
આ ઉપરાંત મોરબી ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિ ભોજનશાળા ના નવા નિયુક્ત થયેલા પ્રમુખ મહેશભાઈ ભટ્ટ સહિતના હોદ્દેદારોના સન્માન કરવામાં આવ્યા હતા અને મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યા અને અનિલભાઈ મહેતા તેમજ હસુભાઈ પંડ્યા, નીરજભાઈ ભટ્ટ, જગદીશભાઈ ઓઝા, રાજુભાઈ ભટ્ટ, નલિનભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ (નરુમામા), મુકેશભાઈ રાજગોર, જગદીશભાઈ દવે, કિશનભાઈ ઉપાધ્યાય, મુકુંદભાઈ જોશી સહિતના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા વિવિધ સંસ્થાના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોવિડ ગાઈડલાઈનના પૂર્ણ નિયમો અને અપેક્ષિત આગેવાનોની હાજરીમાં આ સન્માન સમારોહ યોજાયો હતો આ તકે બ્રહ્મસમાજના અને પરશુરામ ધામ ટ્રસ્ટના તમામ બ્રહ્મઆગેવાન હાજર રહ્યાં હતાં જેમાં પત્રકારો આગામી સમયમાં પ્રજાના હિતો માટે સતત કામ કરતા રહે અને પ્રગતિના શિખરો સર કરતા રહે તેવી શુભેચ્છાઓ બ્રહ્મસમાજ દ્વારા પાઠવવામાં આવી હતી.















