મોરબી જિલ્લામાં અપમૃત્યુના આજે વધુ ત્રણ બનાવો સામે આવ્યા છે જેમાં યુવાન, વૃદ્ધ અને પરિણીતા સહિત ત્રણ વ્યક્તિઓના મોત થયુ હોવાનું પોલીસ મથકેથી જાણવા મળ્યું છે.
ટંકારા તાલુકાના મીતાણા પ્રોઇડેન્ટ પોલીપેક કારખાનામાં કમો ધોલસીંગ ભુરીયા નામનો 25 વર્ષીય પરપ્રાંતીય યુવાન કામ કરી રહ્યો હતો આ દરમિયાન અકસ્માતે વીજ તારને અડી જતા તેને જોરદાર વિજનો કરંટ લાગ્યો હતો જે અંગેની જાણ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ દરમિયાન યુવાનનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતી.જેને લઈને ટંકારા પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.
અપમૃત્યુના અન્ય એક કેસમાં મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકથી ૧ કિમી દૂર આવેલ લાલબાગ નજીક વજાભાઇ આલાભાઇ કરકટા (ઉ.વ.૬૦ રહે ધરમપુર તા.જી. મોરબી)ને ચક્કર આવી જતા અચાનક બેભાન થઈ તે જમીન પર પટકાયા હતા જે અંગે જાણ થતાં તેઓને સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે તપાસ કરી વૃદ્ધનું મૃત્યુ થયું હોવાનુ જણાવ્યું હતું.
આ ઉપરાંત મોરબી શહેરના વીસીપરામાં આવેલ કુલીનગર-૧ મા રહેતા મુમતાજબેન મહોમદભાઇ જેડા નામની ૧૯ વર્ષીય પરિણીતાએ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ મોત ની સોડ તાણી લીધી હતી જે અંગે ની જાણ થતાં મોરબી સીટી બી ડિવીઝન પોલિસ સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો.મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ પોર્ટમ અર્થે ખસેડવા સહિતની કામગીરી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક મુમતાજબેનનો લગ્નગાળો એક વર્ષનો છે અને તે સાસુ સસરા સાથે રહેતા હતા વધુમાં તેણીને સંતાન ન હોવાનું સામે આવ્યું છે.