ટંકારા તાલુકાની સિવિલ હોસ્પિટલ માં M.D. ડોકટરની કાયમી નિમણુંક કરવા તેમજ ફાયર સ્ટેશન બનાવાની માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યા અનુસાર ટંકારા તાલુકા મથકે આવેલ સિવિલ હોસ્પિટલમાં કાયમી. M.D.ડોકટરની નિમણુંક કરવામાં ન આવી હોવાથી વિસ્તારવાસીઓ તબીબી સેવા માટે છેક મોરબી સુધી આવવુ પડે છે આથી નાણાં અને સમયનો વ્યય થઈ રહ્યો છે જેને લઈને સિવિલ હોસ્પિટલમાં કાયમી એમડી ડોકટરની નિમણુંક કરવામાં આવે તેવી વિસ્તારવાસીઓની માંગ છે આ અંગે અગાઉ પણ રજુઆત કરવા છતા પ્રશ્ન ઉકેલાયો નથી.
બીજી તરફ ટંકારા વિસ્તારમાં કપાસના જીનીગ મિલ તેમજ પ્રેસ અને ઓઈલ મિલ મોટા પ્રમાણમાં આવેલ હોવાથી આગ લાગવાના બનાવો પણ વારંવાર સામે આવતા હોય છે ફાયર ફાઈટરો અન્ય સ્થળેથી મંગાવવા પડે છે. અને તે પહોચે ત્યાં સુધીમાં આગથી મોટું નુકશાન થવાના અનેક વખત કિસ્સાઓ સંર આવ્યા છે જેથી ટંકારામાં ફાયર સ્ટેશન ઉભું કરવાની પણ માંગ કરાઈ છે. જો આ દિશામા કાર્યવાહી કરવામાં નહિ આવે તો ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેમ અંતમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ ચીમકી ઉચ્ચારી હતી.