મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને ૨૬મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. આ વખતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ બેઠકમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીની વિવિધ તૈયારીઓ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા કાર્યક્રમના સ્થળે સ્ટેજ વ્યવસ્થા, મંડપ, લાઇટિંગ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, કાર્યક્રમના સ્થળે મેડીકલ ટીમની વ્યવસ્થા વગેરે બાબતે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ વન સંરક્ષક ચીરાગ અમીન, અધિક નિવાસી કલેક્ટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત ઓફિસર ડી.એ.ઝાલા, વાંકાનેર પ્રાંત ઓફિસર એ.એચ.શેરસીયા, જિલ્લા આયોજન અધિકારી જે.કે.બગીયા, જિલ્લા પુરવઠા અધિકારી સ્વેતાબેન પટેલ, મોરબી સીટી મામલતદાર જી.એચ.રૂપાપરા, વાંકાનેર મામલતદાર એસ.આર. કેલયા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા