મોરબી જિલ્લો ઉદ્યોગ ક્ષેત્રે દિવસેને દિવસે હરણફાળ ભરતો હોવાથી ટ્રાફિક સહિતની વકરી રહી છે આથી મોરબી જિલ્લાને મહાનગરપાલિકાનો દરરજો આપવા સહિતની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ મુખ્યમંત્રી સાહિતનાઓને રજુઆત કરી છે.
મોરબીનો ઔદ્યોગિક વિકાસ સોળે કળાએ ખીલ્યો હોવાથી મોરબીમા આશરે 1000થી વધુ એકમો અને તેને અલગ્ન યુનિટો આવેલા જેમાં હજારોની સંખ્યામાં લોકો રોજગારી મેળવી રહ્યા છે. આથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથું ઊંચકી રહી છે. મોરબીની વધતી જતી વસ્તી અને દેશ વિદેશ અને રાજ્યમાંથી મોરબી ખાતે ધંધાર્થે આવતાં વેપારીઓની સંખ્યા તેમજ તમામ સાથે સંકળાયેલ વાહન વ્યવહારને કારણે મોરબીમાં ખૂબ જ ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે ત્યારે મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા મારબી જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાધવભાઈ ગડારા સહિતનાઓ દ્વારા અગાઉ અનેક વખત રજુઆતો થતી આવી છે . મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળે અને રોડ રસ્તા તથા ડ્રેનેજ વ્યવસ્થા માટેના ડેવલોપમેન્ટ પ્લાના (ડીપી) મંજુર થાય તે અંગે અગાઉ રજૂઆતો આવી છે જેની ચકાસણી કરી આ દિશામા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી અંતમાં બ્રિજેશભાઈ મેરજાએ રજુઆત કરી હતી.