Monday, November 25, 2024
HomeGujaratઓમીક્રોનના ખતરા સામે લોકો બેદરકારી ન દાખવે: આરોગ્ય મંત્રી પટેલ

ઓમીક્રોનના ખતરા સામે લોકો બેદરકારી ન દાખવે: આરોગ્ય મંત્રી પટેલ

કોરોનાના પ્રર્વતમાન સંજોગોમાં કોવીડ – 19 ગાઈડલાઈનનું પાલન અત્યંત અનિવાર્ય છે. ઓમિક્રોન વાયરસને ફેલાતો અટકાવવા રાજ્ય સરકાર તમામ જરૂરી પગલાં લઇ રહી છે પરંતુ લોકો પણ જાગૃત રહી કોવીડ ગાઈડલાઈનનું પાલન કરે તે પણ એટલું જ જરૂરી છે. તેમ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે,

- Advertisement -
- Advertisement -

આપણે સૌ નાગરિકધર્મ નિભાવીએ અને કોવીડ ગાઈડલાઈનનું પાલન કરી ખુદ સુરક્ષિત રહીએ તેમ જ કુટુંબ અને સમાજને પણ સુરક્ષિત રાખીએ એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-ઉપાયો-સારવાર-સૂચનો અને ભાવિરણનિતીમાં સરકારને મદદરૂપ થવા માર્ગદર્શન અંગે મુખખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં ગઇકાલે યોજાયેલી એક્સપર્ટ ગૃપ ઓફ ડોક્ટર્સ-ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબોએ મુખ્યમંત્રીના માર્ગદર્શન બાદ આજે અમદાવાદમાં મીડિયા સાથે કોરોના વાયરસના સંક્રમણ નિયત્રંણ અંગે વિવિધ ઉપાયો-જાણકારી આપી હતી.

આરોગ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે, વૈશ્વિક મહામારીમાં નાગરિકોના જાગૃતિપૂર્ણ પગલાં એ વાયરસને ફેલાતો અટકાવવા માટેનું અસરકારક માધ્યમ છે. રાજ્ય સરકાર ઈચ્છે છે કે નાગરિકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરે, જેથી દંડ જેવા પગલાઓની જરુરિયાત જ ન રહે. ગુજરાતના નાગરિકોએ ઓમીક્રોન વાયરસને હળવાશથી ન લેવો જોઈએ. ઓમિક્રોન વેરિયન્ટ માઇલ્ડ ફોર્મ-મંદ લક્ષણોવાળો છે પણ તેની સંક્રમણ ગતિ ખૂબ જ ઝડપી છે તે ઝડપથી નાના-મોટા-વડિલોને સંક્રમિત કરી રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. અમદાવાદના સાબરમતી રિવરફ્ર્ટ હાઉસ ખાતે કોવીડ ટાસ્ક ફોર્સના સભ્યો સાથે પત્રકાર પરિષદને સંબોધતા આરોગય મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર કોવીડ -૧૯ ટાસ્કફોર્સના તજજ્ઞો દ્વારા આપવામાં આવતા સલાહ-સૂચનોનું ગંભીરતાપૂર્વક પાલન કરી રહી છે. આરોગ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર સમયાંતરે તજજ્ઞ તબીબો સાથે બેઠકો યોજી પરિસ્થિતિને અનુરુપ નિર્ણયો પણ લઈ રહી છે. તેમણે કોવીડના પ્રસારને અટકાવવા માટે સામાજિક પ્રસંગોએ જવાનું ટાળવાની પણ નાગરિકોને અપીલ કરી હતી. આરોગ્યમંત્રીએ વ્યસ્ત સમય વચ્ચે પણ કોવીડ અંગે જનજાગૃતિ ઉભી કરવા માટે આવેલા તજજ્ઞ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

  • ડો. સુધીર શાહ
    કોવીડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. સુધીર શાહે કહ્યું કે, ઓમીક્રોનથી બચવા માટે માસ્ક, સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ડો. શાહે કહ્યું કે, વાયરસની હાલ તીવ્ર અસર જોવા મળતી નથી, પરંતુ આપણે કોમોર્બિડ અને વયસ્ક દર્દીઓ માટે વિશેષ સાવચેતી રાખવાની જરૂરિયાત છે. ડો. સુધીર શાહે પાત્રતા ધરાવતા નાગરિકોને ઝડપથી રસીકરણ કરાવવા માટે અનુરોધ કર્યો હતો. ડો. શાહે કોવીડ મહામારીમાં રસીકરણ, માસ્ક, હેન્ડ સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગને એક માત્ર વિકલ્પરૂપે ગણાવ્યા હતા.
  • ડો. અતુલ પટેલ
    ટાસ્ક ફોર્સના નિષ્ણાત ડો. અતુલ પટેલે જણાવ્યું હતું કે, ઓમીક્રોનના સંક્રમણની ગતિ ઝડપી છે, પરંતુ તે ડેલ્ટા વેરિયેન્ટ જેટલો તે ઘાતક નથી. તેમણે કહ્યું કે, ડેલ્ટા વેરિયન્ટ સમયે આપણે રસીકરણનું પ્રમાણ ઓછું હતું, પરંતુ આજે સઘન રસીકરણના પગલે જોખમમાં ઘટાડો થયો છે. ડો. પટેલે કહ્યું કે, ત્રીજી લહેરમાં દર્દીઓનો હોસ્પિટલાઈઝેશનનો દર માત્ર 1 થી 2 ટકા જેટલો જ રહ્યો છે.
  • ઇમ્યુનોક્રોમ્પ્રોમાઇઝ્ડ(રોગપ્રતિકાક શક્ત ઓછી હોય), હાઇબ્રીડ ઇમ્યુનીટી ધરાવતા અને એન્ટિબોડીઝ ડેવલપ થયા ન હોય તેવા પ્રકારના લોકોને જ ઓમિક્રોન વાયરસની ગંભીર અસરો વર્તાઇ શકે છે. ઓમિક્રોનના દર્દીઓને બે કેટેગરીમાં વિભાજીત કરીને તેમણે જણાવ્યું કે ઓછુ રીસ્ક ધરાવતા દર્દીઓને ફક્ત મોનિટરિંગ કરવું અને લક્ષણો આધારિત સારવાર આપવી જેના પરિણામે આવા દર્દીઓને મહત્તમ 5 થી 7 દિવસની અંદર સાજા થવાની સંભાવનાઓ પ્રબળ રહેલી છે.
    જ્યારે વધારે…
- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!