Monday, November 25, 2024
HomeGujaratટંકારા ગામ પંચાયતને ઘરનુ ઘર મળશે, ૨૨ લાખના પંચાયત ઘરનુ આજે ખાતમુહૂર્ત...

ટંકારા ગામ પંચાયતને ઘરનુ ઘર મળશે, ૨૨ લાખના પંચાયત ઘરનુ આજે ખાતમુહૂર્ત કરાયું

ટંકારા તાલુકામાં સૌથી મોટી પંચાયતમાની શહેરની ગામ પંચાયતની કચેરી જર્જરીત હાલતમાં હોય છેલ્લા પાંચેક વર્ષથી કચેરીનો વહીવટ મંત્રી આવાસમાં કાર્યરત કરવામાં આવ્યો હતો જ્યા ટુકી જગ્યાને કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હોય આ અંગે અનેકવાર રજૂઆત કરી નવી પંચાયત માટે માગણી કરી હતી.

- Advertisement -
- Advertisement -

ત્યારે પંચાયત વિભાગના મંત્રી તરીકે બ્રિજેશ મેરજાને હવાલો મળતા તાબડતોબ ૨૨ લાખના ખર્ચે ટંકારા ગામ પંચાયતની બિલ્ડીંગ બનાવવા મંજુરીની મહોર મારી દીધી હતી જેનુ આજે નવા નિયુક્ત સરપંચ ગોરધનભાઈ ખોખાણીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આ કામ ૬ મહિનામાં પુર્ણ થઈ જશે જેમા બે માળની ઈમારત મા નિચે પંચાયત કચેરી બનશે અને ઉપર મંત્રી આવાસ. સરપંચ મંત્રી સ્ટોરરૂમ અને મિટીંગહોલ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે.

આ તકે દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના આચાર્ય રામદેવજી અને રમેશભાઈ મહેતા, પુર્વ સરપંચ કાનાભાઇ ત્રિવેદી, ગોકળભાઈ પટેલ રાજકીય અગ્રણી પ્રભુ કામરીયા, રૂપસિંહ ઝાલા, ભુપત ગોધાણી, અરવિંદ દુબરીયા, રાણાભાઈ ઝાપડા, હેમંત ચાવડા, મુકેશ લો, દામજીભાઈ ધેટીયા સહિત શહેરના નામાંકિત હસ્તીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!