ટંકારા તાલુકાના લજાઈ નજીક જીઆઇડીસી વિસ્તારમા ફરાર આરોપી છુપાયો હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો જ્યાં ગોડાઉનમાં રેઇડ કરતા 3648 બોટલ દારુના જથ્થા સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા હતા અને રાજકોટના બે શખ્સોની સંડોવણી ખુલી હોવાથી પોલીસ લંબાવી છે.
રાજકોટ શહેર ડી.સી.બી.શાખાના પોલીસ ફરાર આરોપીઓની તપાસમા ટંકારા પંથકમાં ગઈ હોય દરમિયાન બને પોલીસ મથકનો સ્ટાફ લજાઈ ચોકડી પાસે આવતા લજાઈ જી.આઇ.ડી.સી વિસ્તારમા આવેલ સીલ્વર રીસાયકલ ઇન્ડસ્ટ્રીઝ ગોડાઉન નજીકના નવા બનેલ ગોડાઉનમા આરોપી છુપાયેલ હોવાની બાતમી મળી હતી આથી પોલીસે ત્યાં રેઇડ કરતા ગોડાઉનમા તથા બોલેરો ગાડી નં GJ-03-BW-1619 મા ઇંગ્લીશ દારૂની MCDOWELLS-N0-1 સુપીરીયર વ્હીસ્કી ની બોટલ નંગ ૩૬૪૮ જેની કિ રૂ -૧૩૬૮૦૦૦ તથા બોલેરો ગાડીની કિંમત રૂ ૩૫૦૦૦૦ તથા મોબાઈળ ફોન નંગ ૩ કિરૂ ૬૦૦૦ સહિત ૧૭૨૪૦૦૦ નો મુદ્દમાલ ઝડપાયો હતો. આ રેઇડ દરમીયાન આરોપી દિનેશ શાંતિલાલ મીણા (ઉ.વ.૨૦ રહે. ડૂંગલા તા ડૂંગલા જી ચીત્તોડગઢ રાજસ્થાન) તથા શંભુલાલ પદમસિંગ મીણા (ઉ.વ .૨૦ રહે હાલ લજાઈ તા.ટંકારા જી.મોરબી મુળ ખેડાઆહિરાન તા ડૂંગલા જી ચીત્તોડગઢ રાજસ્થાન) અને દુર્જનસિંગ પદમર્સિંગ સિસોદીયા (ઉ.વ.૩૨ રહે.હાલ ફાટકપાસે વાકાનેરમુળ રહે અદવાસ તા.સરાડા જી.ઉદેપુર રાજસ્થાન) સહિતના ત્રણ આરોપી ઝડપાયા હતાં. જેની પૂછપરછ દરમિયાન આ ગુન્હામ આરોપી ધવલ રસીકભાઈ સાવલીયા રહે સ્વાતીપાર્ક રાજકોટ તથા ફીરોજ હાસમભાઈ સંધી (રહે જંગ્લેશ્વર રાજકોટ) બે શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ દરોડા દરમિયાનમગીરી પીએસઆઇ એસ.એમ.રાણા, પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઈ બાર, કોન્સ્ટેબલ હિતેષભાઈ ચાવડા, સિધ્ધરાજસિહ અર્જુનસિહ તથા રાજકોટ શહેર ડી.સી.બી.સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિહ નરપતસિહ, સુભાષભાઈ સોંડાભાઈ, કોન્સ્ટેબલ દેવાભાઈ જાદવજીભાઈ, મૈસુરભાઈ સાદુળભાઈ સહિતના હાજર રહ્યા હતા.