મોરબી અને વાંકાનેર સહિત વધુ ૧૭ નગરમાં રાત્રી કર્ફ્યુ લાગુ આજે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બેઠક મળી હતી જેમાં ગઈકાલે પૂરું થતી કોરડા ગાઈડ લાઈન ને લઈને નવી કોરોના ગાઈડલાઈન માટે બેઠક શરૂ કરવામાં આવી હતી જે બેઠકના અંતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલે 22 જાન્યુઆરી થી 29 જાન્યુઆરી સુધી રાત્રિના 10:00 થી સવાર ના 6:00 સુધી રાત્રિ ક્ર્ફ્યુ નો નિર્ણય લેવામાં આવ્યો છે .
જેમાં મોરબી-વાંકાનેર સહિત સુરેન્દ્રનગર ,ધાંગધ્રા ,ધોરાજી, ગોંડલ-,જેતપુર ,ગોધરા, વિજલપોર ,નવસારી ,બીલીમોરા, વ્યારા, વાપી ,વલસાડ ,ભરૂચ અને અંકલેશ્વરમાં રાત્રી કર્ફ્યુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે અગાઉ જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી તેની આવતીકાલે સવારે છ વાગ્યે પૂર્ણ થાય છે તે નિયમ વધુ સાત દિવસ માટે લંબાવીને 29 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત આઠ મહાનગરો જેમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર જૂનાગઢ ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં પણ રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે જ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના ની સ્થિતિ અને સર્વગ્રાહી સમીક્ષા અને મંત્રીઓ સાથે બેઠક કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જે અગાઉ ની કેટલી હતી તેમાં હોટેલ અને રેસ્ટોરન્ટ માટે હોમ ડિલિવરી સમય મર્યાદા 11 વાગ્યે રાખવામાં આવી હતી જે હવે ચોવીસ કલાક ચાલુ રાખી શકાશે ફક્ત હોમ ડેલેવરી ચોવીસ કલાક ચાલુ રાખી શકાશે એવો આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યું છે