મોરબી જિલ્લામાં આજે વધુ 251 કેટલા કેસ નોંધાયા હતા જેમાં મોરબી શહેરી વિસ્તારમાં 104 કેસ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં 83 કેસ વાંકાનેર શહેર વિસ્તારમાં 07 કેસ વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં 05 કેસ તથા હળવદ શહેરી વિસ્તારમાં 12 કેસ હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ૭ કેસ અને ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં 26 કેસ અને માળિયા ગ્રામ્ય વિસ્તારમાં ૭ કેસ નોંધાયા હતા.
વધુમાં આજે જિલ્લામાં કુલ ૩૮ જેટલા દર્દીઓ સ્વસ્થ પણ થયા છે જેમાં મોરબીમાંથી 24 દર્દીઓ વાંકાનેરમાં થી 05 દર્દીઓ હળવદમાંથી 06 દર્દીઓ ટંકારા માંથી 01 અને માળિયામાંથી 02 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી હવે મોરબીમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 1386 સુધી થવા પામ્યો છે.
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે જે નિર્ણય મુજબ મોરબી અને વાંકાનેરમાં પણ આવતીકાલે એટલે કે 22 જાન્યુઆરી થી 29 જાન્યુઆરી સુધી રાત્રીના 10:00 થી 06:00 સુધી કરફ્યૂ અમલી રહેશે.