Sunday, November 24, 2024
HomeGujaratરાજ્યનાં પોલીસ વડા દ્વારા તમામ એસપી અને આઈજી ને માનવીય અભિગમ સાથે...

રાજ્યનાં પોલીસ વડા દ્વારા તમામ એસપી અને આઈજી ને માનવીય અભિગમ સાથે ગાઈડલાઈનનું પાલન કરાવવા સૂચના અપાઈ

રાજ્યમાં વધતા જતા કોરોના કહેરને પગલે સરકાર દ્વારા કોરોના અંગે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરવા અંગે નિર્ણય લેવાયો છે ત્યારે આ મામલે આજે રાજ્યનાં પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામ જીલ્લાઓના એસપી અને આઈજી સાથે વીડિયો કોંફરન્સ યોજી માનવીય અભિગમ સાથે ગાઈડલાઈનનું પાલન કરાવવા સૂચના આપી હતી.

- Advertisement -
- Advertisement -

રાજ્યના આઠ મહાનગરો જેમાં અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ , જામનગર , જૂનાગઢ , ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે વધુમાં કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૭ નગરો સુરેન્દ્રનગર , ધ્રાંગ્રધ્રા , મોરબી , વાંકાનેર , ધોરાજી , ગોંડલ , જેતપુર , કાલાવડ , ગોધરા , વિજલપોર ( નવસારી ) , નવસારી , બિલીમોરા , વ્યારા , વાપી , વલસાડ , ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨ થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં કરાયો છે. જે આજે તા.૨૨ થી ૨૯ જાન્યુઆરી સુધી નવી કોરોના ગાઈડલાઈન અમલમાં રહેશે. જેનું પાલન કરાવવા આજે રાજ્યનાં પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામ જીલ્લાઓના એસપી અને આઈજી સાથે વીડિયો કોંફરન્સ યોજી હતી ત્યારબાદ પ્રેસ કોન્ફ્રાન્સ યોજી જણાવ્યું હતું કે લગ્નના આયોજનમાં સરકાર દ્વારા અગાઉથી રજિસ્ટ્રેશન અને 150 લોકોની મર્યાદામાં જ છૂટ આપવામાં આવી છે ઉપરાંત અગાઉથી રજિસ્ટ્રેશન ફરજીયાત કરાયું છે જેનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.પોલિસ કર્મચારીઓ,અધિકારીઓ, હોમ ગાર્ડ જવાન સહિતનાઓએ નિયમોનું પાલન કરાવવા માનવીય અભિગમ દાખવવા અનુરોધ કર્યો છે. વધુમાં પોલીસ વિભાગના કર્મચારીઓ અધિકારી ઓ સંક્રમિત થાય તો તેના માટે ટેલીમેડીસીન્સની સુવિધા અંગે પણ તેઓએ માહિતી આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!