વધતા જતા કોરોના સંક્રમણને પગલે મોરબી અને વાંકાનેર સિટીમાં આજ રાત્રીથી કર્ફ્યું અમલમાં મુકાશે જેના પાલન માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
કોરોનાના ત્રીજા તબક્કામાં સંક્રમણ બેકાબુ બનતા સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડી આઠ મહાનગર સહિત અનેક શહેરોમાં કોરોના રાત્રી કરફ્યુ લગાવાયો જેમાં મોરબી અને વાંકાનેરનો પણ સમાવેશ કરાયો છે ત્યારે આજે રાત્રીથી કરફ્યુના અમલ માટે પોલીસ દ્વારા બંદોબસ્તમાં ગોઠવાશે જેમાં મોરબી અને વાંકાનેરમાં બંદોબસ્ત માટે એસપી, ડીવાયએસપી સહિતના ૩૨૫ પોલીસ જવાનોનો કાફલો તૈનાત થશે. જ્યારે મોરબી સિટીમાં એસપી, ડીવાયએસપી અને ૨૦૦ પોલીસ જવાનો બંદોબસ્તમાં ફરજ પર રહેશે. વાંકાનેર સિટીમાં પી.આઈ, પીએસઆઈ અને ૧૨૫ પોલીસ જવાનો કર્ફ્યુંની અમલવારી માટે મેદાનમાં ઉતરશે તેમ જાહેર થયું છે.