છેલ્લા કેટલાક દિવસોથી મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નો આંકડો અતિશય વધી રહ્યો હતો. જેમાં આજે થોડા રાહતના સમાચાર મળ્યા છે મોરબી જિલ્લામાં આજે કુલ ૧૦૨ કેસ નોંધાયા છે.જેમાં મોરબી શહેરી વિસ્તારમાં ૭૧ કેસ મોરબી ગ્રામીણ વિસ્તારમાં ૨૧ કેસ વાંકાનેર શહેરી વિસ્તારમાં એક કેસ વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ૦૪ કેસ હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ૦૧ કેસ ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં ૦૧ કેસ અને માળિયા ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ કેસ નોંધાયા હતા
વધુમાં આજે મોરબીમાં ૮૦ દર્દીઓ, વાંકાનેરમાં ૦૭ દર્દીઓ, હળવદમાં ૦૧ દર્દી, ટંકારામાં ૦૨ દર્દી મળીને જીલ્લામાં કુલ ૯૦ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા.જેથી હવે મોરબી જિલ્લા માં કુલ એક્ટિવ કેસ નો આંકડો ૧૬૯૫ થવા પામ્યો છે.