વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં ગત રાત્રે યુવક અને યુવતીએ સજોડે ઝેરી દવા પી લેતા તત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજકોટ હોસ્પિટલ ખાતે સરવાર મળે તે પહેલા રસ્તામાં જ યુવતીએ દમ તોડી દીધો હતો.જ્યારે યુવાનની હાલત ગંભીર હોવાથી રાજકોટ સિવિલમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા દેવરાજ જયંતીભાઈ માનસુરીયા (ઉ.વ.20) અને રીટાબેન રાજુભાઈ અંબાસણીયા (ઉ.વ.20) નામની યુવતી બંને એ ગઈકાલે રાતના સમયગાળા દરમિયાન સજોડે ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કરી લીધો હતો. જે અંગે જાણ થતા તાત્કાલિક સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યા વધુ સારવારની જરૂર જણાતા બન્નેને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવમાં આવ્યા હતા પરંતુ રસ્તામાં જ રીટાબેન રાજુભાઈ અંબાસણીયાનું મોત નીપજ્યું હતું જ્યારે દેવરાજ માનસુરીયાની હાલત પણ ગંભીર ગણાવામાં આવી રહી છે. જેની હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.