મોરબીના રવાપર ગામની આસપાસમાં સરકારી ખરાબાઓમાં બેફામ ગેરકાયદે દબાણ થયું હોવાની અનેક વખત સ્થાનિકોમાં રાવ ઉઠી રહી છે. ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરી દબાણખોરો સામે પગલા લેવા અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને જગ્યા ફાળવવાની માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને લખીત રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યા અનુસાર મોરબી શહેરની લગોલગ આવેલ રવાપર ગામ ઘણા સરકારી ખરાબાઓ આવેલ છે. આ જગ્યામા આવારા તત્વોએ મેલો ડોળો જમાવી હાલ મોટાભાગના ખરાબામાં અડિંગો જમાવ્યો છે અને સરકારી તંત્ર મુક બનીને તમાશો જોતું હોય તેવો ઘાટ સર્જાયો છે. આ અંગે આપની કક્ષાએથી જરૂરી અદેશો કરી આવા તત્વો ઉપર લેન્ડ ગેમ્બ્રિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે વધુમાં અધિકારીને કામગીરી સમયે સાથે રહી સહકાર આપવા પણ અમારી તૈયારી હોવાનું અંતમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ જણાવ્યું હતું.