મોરબી જિલ્લામા હત્યાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબી તાલુકાના ઘૂટું ગામે રહેતા 68 વર્ષીય વૃદ્ધની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ગામના સરપંચના પતિએ પોલિસને જાણ કરી હતી જેથી પોલીસે દોડી જઇ લાશનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યા અંગે જાણવા મળતી વિગત અનુસાર મોરબીના ઘૂટું ગામેં રહેતા ધરમશીભાઈ પરેચા નામના ૬૮ વર્ષીય વૃદ્ધ ગઈકાલે સાંજે જ્યાં મજૂર રહે છે તે વાડીએ ગયા હતા આ દરમિયાન જેની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા નિપજાવતા આજે લાશ મળી આવી હતી. જે અંગે ગામના સરપંચ પતિ દેવજીભાઈ પરેચાની જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી જેને પહલે મોરબી તાલુકા પોલિસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની ઓળખ હાથ ધરી પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધની ગળે ટુંપો આપી હત્યા નિપજાવમા આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હત્યા ક્યાં કારણોસર કરાઈ તે હજુ સ્પષ્ટ થયું નથી હાલ મોરબી તાલુકા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઈને બનાવની તપાસ ચલાવી હત્યાને અંજામ આપી ભાગી છૂટેલા અજાણયા શખ્સને ઝડપી લેવા પોલીસ તપાસ હાથ ધરી છે.