મોરબી તાલુકામાં લોકોની નજર ચૂકવી મોબાઈલ ચોરતી ગેંગના બે શખ્સોને પોલીસે પીપળી-બેલા રોડ ઉપરથી પાંચ ચોરાઉ મોબાઈલ સાથે દબોચી લીધા હતા.
મોરબી તાલુકાના પીપળી-બેલા રોડ ઉપર બે શખ્સો ચોરાઉ મોબાઇલ ફોન વેચવા , સગેવગે કરવા જવાની પેરવી કરવા આવતા હોવાની બાતમી મળતા પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. જ્યા ઉમેદસિંહ ઉર્ફે જયરાજસિંહ અજીતસિંહ પરમાર (ઉ.વ-૨૧ રહે.વિદ્યુતનગર અર્જુનભાઇ આનંદભાઇ આહીરની ઓરડીમાં ભાડેથી મોરબી, મુળ રહે ચરખલા તા દ્વારકા જી.દેવભુમી દ્વારકા) અને નાગરાજસિંહ વિજયસિંહ ઉર્ફે મોકાજી જાડેજા બંનેની તપાસ હાથ ધરતા
બન્ને ઇસમો પાસેથી પાંચ મોબાઇલ ફોન, કિં.રૂ .૧૮,૦૦૦ નો મુદ્દામાલ ઝડપાયો હતો.જે ચોરાઉ હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ સી.આર.પી.સી. ક્લમ -૧૦૨ મુજબ કબ્જે કાયદેશરબી કાર્યવાહી હાથ ધરી છે.