Sunday, January 5, 2025
HomeGujaratમોરબીમાં કાળ બનીને દોડતા વધુ 24 નંબર પ્લેટ વગરના વાહનો ઝડપાયા

મોરબીમાં કાળ બનીને દોડતા વધુ 24 નંબર પ્લેટ વગરના વાહનો ઝડપાયા

મોરબી જિલ્લામા નંબર પ્લેટ વગર માતેંલા સાંઢની માફક દોડતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી કરી આ દુષણને ડામવા મોરબી પોલિસ રીતસરની મેદાને ઉતરી છે આજે વધુ 24 વાહન ચાલકોને ઝડપી લઇ કાયદાના પાઠ ભણાવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

નંબર પ્લેટ વગરના વાહનોની ઠોકરે અનેક લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે. મોરબી જિલ્લામાં વાહન અકસ્માતના બનાવો બનતા હોય જેમાં નંબર પ્લેટ વગરના ભારે વાહનો દ્વારા અકસ્માતના બનાવો મોટા ભાગના હોવાને લઈને મોરબી એસપી સુબોધ ઓડેદરાની સુચનાને પગલે સ્પેશ્યલ વાહન ચેકિંગ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નંબર પ્લેટ વગરના ડમ્પર/ ટ્રક/આઇશર ટ્રેકટર મળી કુલ ૨૪ વાહનો વિરૂધ્ધ એમ.વી.એકટ કલમ ૨૦૭ મુજબ ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરેલ તેમજ આગામી સમયમાં પણ સ્પેશ્યલ વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરી આવા વાહનો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!